અમદાવાદ: કોરોના વાઈરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં દેશમાં અનેક લોકો ભૂખ્યા સુઈ જતા હોય છે. ત્યારે અબોલા પશુ અને પક્ષીઓને પણ હવે ખોરાક અને પાણી નથી મળી રહ્યું. લોકોની સેવામાં ખડેપગે રહેતા પોલીસ પક્ષીઓ માટે ચણ નાખતા નજરે પડી રહ્યા છે.
અમદાવાદની શાહીબાગ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન રસ્તામાં અબોલ પક્ષીઓ દેખાય હતા અને જેને લઈને પોલીસ દ્વારા તરત જ ચણની વ્યવસ્થા કરવામાં આવી હતી.પોલીસ દ્વારા જ પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર આવતા નથી. જેથી અબોલા પક્ષીઓ પણ ભૂખ્યા રહે છે, પરંતુ હવે પોલીસ પક્ષીઓને વ્હારે અવતા પક્ષીઓને પણ ખોરાક મળી રહેશે.