અમદાવાદ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને પહેલા જ ઈતિહાસ રચી દીધો છે. હવે આના કારણે ભાજપના રાજ્યસભામાં પણ ફાયદો (Gujarat Election 2022 Result BJP benefit) થશે. તે કઈ રીતે આવો જોઈએ આ અહેવાલમાં.
રાજ્યસભાની 11માંથી 8 ભાજપ પાસે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. આમાંથી 8 બેઠક (Rajyasabha seats BJP) તો પહેલાથી ભાજપ પાસે છે. જ્યારે 3 કૉંગ્રેસ પાસે છે. હવે આ ચૂંટણીના પરિણામોના આધારે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા ભાજપને કૉંગ્રેસની પણ 2 બેઠકનો ફાયદો મળી શકે છે. આનું કારણ એ જ છે કે, ભાજપના રાજ્યસભાના ત્રણ સભ્યો જેા કે, એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચદ્ર અનાવડિયા ઓગસ્ટ 2023માં નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપ આ બેઠકો હાંસલ કરવામાં કોઈ કસર નહીં છોડે તે તો જગજાહેર છે.
4 સભ્યો થશે નિવૃત્ત બીજી તરફ એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) વચ્ચે ગુજરાત રાજ્યસભાના 4 સભ્ય નિવૃત્ત થતાં 4 બેઠક ખાલી થઈ જશે. અહીંથી ભાજપના પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, કૉંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક નિવૃત્ત થશે. એટલે હવે વર્ષ 2024માં કૉંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. એટલે ભાજપ કૉંગ્રેસ વચ્ચે આ બેઠક માટે રસાકસી થશે તે નક્કી છે.
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત (Gujarat Election 2022 Result) થઈ છે. ત્યારે હવે આ જ પરિણામના કારણે ભાજપને તે સમયે ત્રણ બેઠક જીતવામાં કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વૉટ કારગર રહેશે. તે નક્કી છે.
2026 સુધી જોવી પડશે રાહ આ ઉપરાંત જૂન 2026માં ભાજપના 3 અને કૉંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થશે. તેમાં ભાજપના રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થશે. એટલે ભાજપે (Lok Sabha Election 2024) વર્ષ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. એટલે કે આ તમામ બાબતોને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે વર્ષ 2026 સુધી રાહ જોવી જ રહી.