ETV Bharat / state

આમ આદમી પાર્ટીએ આ બેઠકો પર કૉંગ્રેસને કરી ઘરભેગી - Gujarat Election 2022

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે. કારણ કે, આ વખતે ભાજપને તો કોઈ ફરક નથી પડ્યો પરંતુ કૉંગ્રેસ જ્યાં જીતતી હતી ત્યાં પણ ન જીતી. કૉંગ્રેસની અનેક બેઠકો પર (Due to AAP Congress lost seats) આમ આદમી પાર્ટીની એન્ટ્રી પડતાં તેઓ આ બેઠક જીતીને કૉંગ્રેસને ઘરભેગી કરી દીધી છે.

આમ આદમી પાર્ટીએ આ બેઠકો પર કૉંગ્રેસને કરી ઘરભેગી

author img

By

Published : Dec 8, 2022, 6:33 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ સાથે જ ભાજપ ફરી એક વાર ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. બીજી તરફ કૉંગ્રેસની બેઠક ગત 2017ની ચૂંટણી કરતા પણ નબળું રહ્યું છે. તેનું એક કારણ આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party Gujarat) આ વખતે થયેલી એન્ટ્રીને પણ માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ આ વખતે કૉંગ્રેસના અનેક વોટ કાપ્યા છે. ત્યારે આપણે વાત કરીએ કઈ બેઠક કૉંગ્રેસે આપના કારણે ગુમાવવી પડી છે.

આપે બેઠકો પર પડાવ્યા ભાગલા રાજ્યમાં નવા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી 182માંથી 4 બેઠક જીતી છે. આપના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા, જામનગરની જામ જોધપુર બેઠક (Jamjodhpur Assembly Seat) પર હેમંત ખવા જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભયાણી અને ભાવનગરની ગારિયાધર બેઠક પરથી સુધીર વાઘાણીનો વિજય થયો છે. જામ જોધપુર બેઠક પર કૉંગ્રેસે ચિરાગ કાલરિયાને ફરી રિપીટ કર્યા હતા. તેઓ વર્ષ 2017માં આ જ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party Gujarat) એન્ટ્રી થતાં કૉંગ્રેસનું પણ પત્તું અહીંથી કપાઈ ગયું છે. તો નર્મદાની ડેડિયાપાડા બેઠક પર કૉંગ્રેસે આ વખતે જેરમાબેન વસાવાને ટિકીટ આપી હતી. જોકે, તેમની બેઠક પર પણ આપે કબજો કરી લીધો છે.

વિસાવદરમાં જનતાએ ભાજપ-કૉંગ્રેસને ભણાવ્યો પાઠ તો જૂનાગઢની વિસાવદર બેઠક (Visavdar seat of Junagadh) પર પણ આમ આદમી પાર્ટીનો વિજય થતાં કૉંગ્રેસના અહીંથી પણ સૂંપડા સાફ થઈ ગયા છે. જોકે, કૉંગ્રેસે વર્ષ 2017ની ચૂંટણીમાં (Gujarat Election 2022) આ બેઠક પરથી હર્ષદ રિબડીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. તે સમયે તેમણે ભાજપને મ્હાત આપી જીત મેળવી હતી. પરંતુ આ વખતે તેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જતાં કૉંગ્રેસ અહીં નબળી પડી ગઈ હતી. એટલે કૉંગ્રેસે (Aam Aadmi Party Gujarat) આ વખતે વિસાવદર બેઠક પરથી ભાજપના હર્ષદ રિબડિયા સામે કરસન વડોદરિયાને ટિકીટ આપી હતી. જોકે, અહીં કૉંગ્રેસનું તો ખાતું ખૂલ્યું નહીં, પરંતુ ભાજપ કૉંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ ને તેઓ જીતી ગયા.

કૉંગ્રેસે જે ન કર્યું તે આપે કર્યું મહત્વનું છે કે, આ વખતે કૉંગ્રેસની આમેય ચૂંટણી માટેની (Gujarat Election 2022) કોઈ તૈયારી, સ્ટ્રેટર્જી હતી જ નહીં તેવું કહીએ તો ખોટું નહીં. સાથે જ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ પણ આ વખતે ચૂંટણી પ્રચારમાં કોઈ રસ દાખવ્યો નહીં. બીજી તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો સહિત રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાત આવીને પ્રચાર કરી ગયા હતા. એટલે જ તેમણે કૉંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને બેઠકો પોતાની તરફ લાવવામાં સફળતા મેળવી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિધાનસભા સુધી તો પહોંચી જ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.