અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સની હેરાફેરી ઝડપવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદનાં નારોલ અને એસજી હાઇવે વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ડ્રગ્સ માફીઆઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એક કરોડથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અલગ અલગ બે કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ એક કિલોથી વધુ એમડી ડ્રગ્સ જેની કિંમત એક કરોડથી વધુ છે તે કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. છેલ્લાં એક મહિનામાં 9 કેસ કરી અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી ડ્રગ્સની બદીને દૂર કરવાની કામગીરી પૂરઝડપે કરવામાં આવશે...નીરજકુમાર બડગુજર (જેસીપી ક્રાઈમ, અમદાવાદ શહેર)
હોટલ સીમલામાંથી બે આરોપીની ધરપકડ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જી.એસ મલિકે શહેરમાં દારૂજુગારની સાથે ડ્રગ્સની બનીને પણ દૂર કરવાની નેમ લીધી હતી. તે જ પ્રકારે તેઓના આદેશથી અમદાવાદ શહેર પોલીસની સાથોસાથ તમામ એજન્સીઓ પણ ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓને પકડવાના કામે લાગી છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.એસ ત્રિવેદીની ટીમને બાતમી મળી હતી. જેના આધારે નારોલ બ્રિજ પાસે આવેલ હોટલ સીમલા ખાતેથી તોફિક ઉર્ફે ટાઈગર ઘાંચી નામના જુહાપુરાના એક યુવક અને તેની સાથે સુહેલ અશરફ મનસુરી નામના ઉદયપુર રાજસ્થાનના યુવકની ધરપકડ કરી છે. આ મામલે આરોપી પાસેથી ક્રાઈમ બ્રાંચે 52 લાખ 18 હજારની કિંમતનું 521.81 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે.
-
( અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ) 521.800 ગ્રામ કિ.રૂ.52,18,000/- ના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/S8aFwyUSUy
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">( અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ) 521.800 ગ્રામ કિ.રૂ.52,18,000/- ના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/S8aFwyUSUy
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 21, 2023( અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ) 521.800 ગ્રામ કિ.રૂ.52,18,000/- ના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/S8aFwyUSUy
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 21, 2023
રાજસ્થાનના ઉદયપુરથી લવાતું ડ્રગ્સ 52 લાખ 18 હજારની કિંમતનું 521.81 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાવા મામલે આરોપીની પૂછપરછ કરતાં તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા આરીફ મોહમ્મદ પઠાણ ઉર્ફે દીપુ પાસેથી મંગાવી અમદાવાદમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. આરીફ ઉર્ફે દીપુ અમદાવાદના તોફિક ટાઈગર તેમજ ડ્રગ્સના ડીલરો પાસેથી જ્યારે ડ્રગ્સના ઓર્ડર મળે ત્યારે તેને સુહેલ મન્સૂરીને ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ મોકલતો હતો. તેમજ સોહેલ મનસુરી અમદાવાદમાં આવીને હોટલમાં ચારથી પાંચ દિવસ રોકાણ કરતો અને આરીફ ઉર્ફે દીપુના કહેવા મુજબ અલગ અલગ ડ્રગ્સ ડીલરોને ડ્રગ્સ આપતો હતો. આરીફ ઉર્ફે દીપુ ડ્રગ્સના રૂપિયા ઓનલાઇન અથવા તો મની ટ્રાન્સફરથી મંગાવતો હોવાનું ખુલ્યુ છે.
ડ્રગ્સનો જથ્થો લેવા આવતા ઝડપાયો તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચી, ઇમરાન ખાન પઠાણ, ઝહીર વોરા દ્વારા ડ્રગ્સના ઓર્ડર આપ્યા બાદ આરોપી આરીફ ઉર્ફે દીપુએ રાજસ્થાન ઉદયપુર ખાતેથી એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો લઈને સોહેલ અશલમ મન્સૂરીને મોકલ્યો હતો. તે પાંચ દિવસ પહેલા ઉદયપુરથી અમદાવાદ આવી નારોલ બ્રિજ પાસેની હોટલ સીમલામાં રોકાયો હતો. જ્યાં સોહેલ મંસુરીએ તેની પાસેના એક કિલો ડ્રગ્સના જથ્થામાંથી આરીફના કહેવા મુજબ ઇમરાન ખાન પઠાણ, જહીર વોરા અને તૌફીક ઉર્ફે ટાઈગરને ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. જેમાં તૌફીક ઉર્ફે ટાઈગર ડ્રગ્સનો જથ્થો લેવા આવતા ઝડપાઈ જતા કેસમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
છારોડી પાટીયા પાસેથી ઝાકીર હુસેન શેખની ધરપકડ તેવી જ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.બીઆલની ટીમને બાતમી મળી હતી, જેના આધારે એસ.જી હાઇવે છારોડી પાટીયા પાસેથી ઝાકીર હુસેન શેખ નામના સરખેજના યુવકની ધરપકડ કરી હતી. જેની તપાસ કરતા તેની પાસેથી 59 લાખ 48 હજારની કિંમતનો 594 ગ્રામ 800 મિલિગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઓટોરિક્ષા સહિત 60 લાખ 24 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો દાખલ કરાયો છે.
-
60 લાખની કિંમતના 594 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/5SSk4KwTIK
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">60 લાખની કિંમતના 594 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/5SSk4KwTIK
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 21, 202360 લાખની કિંમતના 594 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/5SSk4KwTIK
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 21, 2023
જુદા જુદા ડ્રગ્સ પેડલરોને વેચાણ આરોપીની પૂછપરછ દરમિયાન પોતે અને તેનો ભાઈ અનવર હુસેન શેખ બંને ભેગા મળી છ મહિનાથી પાલનપુર તાલુકાના કાણોદર ગામના મનુભાઈ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી અમદાવાદના જુદા જુદા ડ્રગ્સ પેડલરોને વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ દ્વારા રીક્ષાનો ઉપયોગ કરી દર બેત્રણ દિવસે પાલનપુરથી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવતો હતો અને તે જથ્થાને પોતાના ઘરે છુપાવી રાખી અને અનવર હુસેનના જણાવ્યા મુજબ નાની નાની પડીકીઓ બનાવવામાં આવતી હતી.
જેલમાં સાથી બન્યાં, બહાર આવી ડ્રગનો વેપાર શરુ કર્યો પકડાયેલા આરોપીનો ભાઈ અનવર હુસેન રાજસ્થાનના આબુરોડ પોલીસ સ્ટેશનમાં ટ્રકના કેસમાં પકડાયો છે. જોકે ડ્રગ્સ આપનાર મનુ ચૌધરી અગાઉ 2014માં રાજસ્થાનના પીંડવાળા પોલીસ સ્ટેશનમાં 10 કિલો અફીણના કેસમાં પકડાયો હતો. જેમાં ત્રણ વર્ષ સુધી કાચા કામના કેદી તરીકે સિરોહી જેલમાં હતો અને બાદમાં તેને દસ વર્ષની સજા થતાં ચાર વર્ષ સુધી જોધપુર જેલમાં રહ્યો હતો. જે બંને સિરોહી જેલમાં હતા તે દરમિયાન બંને આરોપીઓની એકબીજા સાથે ઓળખાણ કરી ડ્રગ્સનો વેપાર કરવાનું શરૂ કર્યું હતું.
બન્ને કેસમાં એક કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ આમ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ફરી એક વાર ડ્રગ્સની લેવેચ અને તેની હેરાફેરી અટકાવવા માટે સક્રિય થઈ છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લાં એક મહિનામાં એમ.ડી ડ્રગ્સ, કોકેઈન, ગાંજો, ગેરકાયદે કફ સીરપ જેવા માદક પદાર્થોના બે કરોડથી વધુના મુદ્દામાલને કબજે કરી 9 જેટલા કેસ કરવામાં આવ્યા છે. હાલમાં કરવામા આવેલા આ બન્ને કેસમાં એક કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે જેમાં રાજ્યના અન્ય જિલ્લા અને રાજસ્થાન કનેક્શન સામે આવતા આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.