જય મદાને સંપતિ અને સમૃદ્ધિ કેવી રીતે આર્કષિત કરવી તે વિષય અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ વિષયમાં દર્શકોનું ધ્યાન એટલું નજીક રહ્યું હતું કે, તેમણે લક્ષ્મીના આઠ સ્વરૂપો, તેમના વાસ્તુ અને તેમના મહત્વ અને અભિવ્યક્તિઓનું પાલન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પુષ્કળ સંપતિને આકર્ષવા માટે આ સ્વરૂપોને પોતાને અંદર મજબૂત બનાવવાનું છે. હાથની મૂળભૂત બાબતો કેવી રીતે વાંચવી તેમજ વ્યક્તિના વ્યક્તિત્વ અને સફળ થવા માટેની ક્ષમતા પર વિવિધ ગ્રહો અને તેમની અસરો અંગેની ચર્ચા કરી હતી.
આ સાથે જ ખામીઓને દૂર કરવા અને સંપતિ અને વિપુલતાને આકર્ષવા માટે ઝડપી અને સરળ ઉકેલો પ્રદાન કર્યા હતા.