અમદાવાદ ચોમાસાની વિદાય થઇ ગઇ છે અને હવે વહેલી સવારે શહેરમાં સવારે ઠાર પડી રહ્યો છે. બપોરના સમયે કાળઝાળ તડકો પડી રહ્યો છે. બેવડા વાતાવરણને કારણે મચ્છરજન્ય સાથે પાણીજન્ય કેસ વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર માસના 15 દિવસમાં 469 જેટલા ડેન્ગ્યુ કેસ નોંધાયા છે. તો ટાઈફોઈડના 252 કેસ નોંધાયા જ્યારે ઝાડાઉલ્ટીના 189 કેસ નોંધાતા કોર્પોરેશનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આરોગ્ય વિભાગમાં ચિંતા વરસાદએ વિદાય તો લઇ લીધી પરંતુ અમદાવાદ શહેરમાં (ahmedabad corporation) રોગચાળો ઓછું થવાનું નામ લઇ રહ્યો નથી. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને (Health Department Ahmedabad) ડેન્ગ્યુના કેસમાં વધારો ચિંતા વિષય બન્યો છે
મોટી સંખ્યામાં કેસો 15 દિવસમાં ડેન્ગ્યુના 469 કેસ નોંધાયા છે. શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં ઓક્ટોબર માસના 15 દિવસમાં 469 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 63 કેસ, ઝેરી મેંલેરિયાના 14 કેસ, ચિકનગુનિયા 14 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર માસના 15 દિવસમાં કુલ 25,053 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 1921 સેમ્પલ લેવામાં આવ્યા છે.
ઝાડાઉલ્ટીના ડબલ કેસ શહેરમાં પાણીજન્ય રોગચાળા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના કેસમાં ડબલ (double cases of diarrhea and vomiting)વધારો જોવા મળી રહ્યો છે.ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં 91 કેસ નોંધાયા હતા. જ્યારે 15 દિવસમાં જેટલા કેસનો આંકડો 189 પર પહોંચ્યો છે. અન્ય પાણી જન્ય કેસની વાત કરવામાં આવે તો કમળાના 132 કેસ, ટાઈફોઈડના 252 કેસ જયારે 5 કેસ કોલેરાના નોંધાયા હતા.
તંત્ર ઉંઘમાં રોગચાળો સતત વધી રહ્યો હતો અનેક બિમારીના કેસોમાં વધારો જોયા પછી પણ તંત્ર ધોર નિંદ્રામાં જોવા મળ્યું હતું. જયારે ડબલ કેસો આવવા લાગ્યા ત્યારે હવે તંત્ર (ahmedabad corporation) હરકતમાં આવ્યું છે અને કામગીરી કરવા લાગ્યું છે. ક્લોરીન ગોળી વિતરણ અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે. મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ (Bacteriological test) તપાસ માટે 536 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 28 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.જયારે આરોગ્ય વિભાગ દ્વારા 5400 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.