અમદાવાદ : કોરોના કાળના બે વર્ષે બાદ સમગ્ર દેશમાં આ વર્ષે તહેવારોનો (Diwali in Ahmedabad) રંગ સારો જામ્યો છે. આ વર્ષે લોકોએ જન્માષ્ટમી, નવરાત્રી લઈને તમામ નાના મોટો તહેવારોમાં લોકો ભરપૂર મોજ માણી છે. ત્યારે હાલ દિવાળીના દિવસોમાં ખરીદી બજાર ધમધમતી જોવા મળે છે. દિવાળીના દિવસોમાં અમદાવાદ શહેરમાં કપડા બજાર, સોના ચાંદી બજાર, લઈને હવે ફટાકડાની બજારો પણ ધમધમતી જોવા મળે છે. આ વર્ષે નાના બાળકોથી લઈને યુવાનો સુધી ફટાકડાની નવી નવી વેરાયટીએ આકર્ષણ જમાવ્યું છે. ત્યારે આવો અમદાવાદની (diwali 2022 date) જૂની બજાર એટલે કે કાળુપુરમાં કેવો માહોલ છે જોઈએ.
આ વર્ષે ફટાકડાના ભાવમાં વધારો સમગ્ર ગુજરાતમાં ખરીદી માટે અમદાવાદની કાલુપુર બજાર મોખરે છે. અવનવી વેરાયટી સાથે મનમોહી લે તે પ્રમાણે લોકોને ત્યાં ચીજ વસ્તુઓ મળી રહે છે. ત્યારે હાલ દિવાળીનો માહોલને લઈને વેપારીઓ પણ ખુશ થતાં નજરે ચડ્યા છે. કાલુપુરમાં છેલ્લા 10 વર્ષથી ચલાવતા મનહર (new variety crackers) સ્ટોર્સના વેપારીએ સલીમ શેઠે જણાવ્યું હતું કે, આગળના વર્ષે કરતા આ વર્ષે 35થી 40 ટકા ફટાફડામાં ભાવ વઘારો થયો છે. પરતું મોંઘવારી છે છતાં લોકોમાં દિવાળીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના જેવા (diwali celebration in ahmedabad) મહામારીમાંથી મુક્ત થતાં ફટાકડાને લઈને નાના બાળકો, યુવાનો સહિત લોકોમાં ફટાકડાની ખરીદીને લઈને ઉત્સાહ જોવા દેખાય છે. (Kalupur Bazar of Ahmedabad)
ફટાકડામાં નવી વેરાયટી મનહર સ્ટોર્સના વેપારીએ સલીમ શેઠે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે નાના બાળકોથી યુવાનો (happy diwali wishes) માટે બજારમાં નવી વેરાયટી સાથે ફટાકડા આવ્યા છે. બાળકો માટે બતક, તારામંડળ, જલેબી, દેરાણી જેઠાણી અને પોપ રીંગ સહિત નવી વેરાયટી આવી છે. તો યુવાનો માટે નવા મરચી બોમ્બ, સુતળી બોમ્બ, આકાશી બોમ્બ પણ આવ્યા છે. તેમજ દિકરીયું માટે નાની બંદૂક પણ આવી છે. આ વર્ષે બાળકોને ફટાકડા ખરીદતી વખતે સામે જોવી તો મુખ પર મીઠું સ્મિત આવી જાય છે. (Ahmedabad fatakada Bazaar)