દરેક સમાજની અલગ-અલગ પરંપરા હોય છે, તેવી જ રીતે દેવીપૂજક સમાજની પણ એક પરંપરા છે. જે મુજબ દર વર્ષે અમાસના એટલે કે 'દિવાસા'ના દિવસે પોતાના પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા કરે છે. આ દિવસે સ્વજનોને યાદ કરીને તેમને મનગમતી વસ્તુ ધરાવવામાં આવે છે.
આ વર્ષે દિવાસાનો કાર્યક્રમ શહેરના ચામુંડા ખાતે આવેલાં સ્મશાનગૃહમાં યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી દેવીપૂજક સમાજના લોકોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના મૃતક સ્વજનોને પૂજા કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.