અમદાવાદ: શહેરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થા દ્વારા દરેક પોલીસ કર્મીને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આવું જ આયોજન શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પણ કરાયું હતું. અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ આ સંસ્થા દ્રારા કરાયું છે.
દરેક પોલીસ સ્ટેશનમાં લગભગ 350 માસ્ક અને 110 મિલીલીટરની 30 બોટલ સેનીટાઈઝર અપાયું છે. આ સાથે કોરોના વાઈરસના આ સમયે પોલીસની કામગીરીને બિરદાવવા તેમનું સન્માન પણ કરાયું હતું.
હાલના સમયમાં જ્યારે કોરોના વોરિયર્સ એવા પોલીસના જવાનો કોરોના વાઈરસથી બચાવવા માટે સંસ્થા તેમને ઉચ્ચ ગુણવત્તાના માસ્ક અને સેનિટાઈઝર પૂરા પાડી રહી છે.