અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે વધતાં કોરોના કેસના પગલે કન્ટેઈનમેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે, ત્યારે બાયોમેડિકલ વેસ્ટના નિકાલનો પ્રશ્ન ઉભો થયો છે. તેની માટે કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત રેડ ઝોન વિસ્તારની હૉસ્પિટલમાંથી નીકળેલા કચરાના નિકાલને તેમજ અલગથી ડસ્ટબીન આપવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારથી કોરોનાના કેસો અમદાવાદમાં આવવાના શરૂ થયા ત્યારથી જ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કચરાના નિકાલની યોગ્ય કામગીરી કરવામાં આવે છે. તેમજ માસ નાખવા માટે પણ પીળા કલરની ડસ્ટબીનઅલગથી બનાવી છે, અને જો કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો તેના ઘરે જઈ કચરો લેતી વખતે પણ tet પહેરવામાં આવે છે અને તે લોકોને કાળા રંગની અશ્વિન આપવામાં આવે છે. જેમાં પોઝિટિવ દર્દીઓ તે કચરાનો નિકાલ કરી શકે છે.
કોરોનાના કારણે રેડ વન વિસ્તાર જાહેર કરેલા એરીયા માઈક્રો ક્ષેત્રો અને કોરોના માટે જાહેર કરાયેલી હૉસ્પિટલમાંથી નીકળતો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો એ ખૂબ જ મહત્વની બાબત છે.
આ કચરાના કારણે કોરોના વધારે ન ફેલાય તે માટે કચરામાં માઇક્રોબાયોલોજી કર અને બાયોલોજીકલ વેસ્ટ દર્દીઓના ટેસ્ટિંગમાં વપરાયેલા સાધનો, દવાઓ, મેડિકલ સ્ટાફના દર્દીઓએ વાપરેલા માસ્ક, બ્લાઉઝ વાપરવામાં આવેલી બીપીગીત દર્દીઓના કપડાં વગેરેને નિકાલ કરવામાં આવે છે.આ કચરો ઉઘરાવવા માટે કર્પોરેશન દ્વારા ગાડી રાખવામાં આવે છે. તે રેડ ઝોન અને કન્ટેઈમેન્ટ ઝોનમાંથી કચરો ઉઘરાવવાનો કામ કરે છે.