ETV Bharat / state

ધાંગધ્રા પોલીસે ફાયરિંગ અને હત્યાની કોશિશ કરનાર ફરાર આરોપીને ઝડપી પાડયો - અમદાવાદ

ધાંગધ્રા પોલીસે આરોપી ઈસ્માઈલ ખાન બિસ્મિલ્લા ખાન જત મલે જે ફાયરિંગ અને જાનથી મારી નાખવાની કોશિશ કરનાર ફરાર આરોપીને ગેડીયા ગામની સીમમાંથી પીછો કરી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ધાંગધ્રા પોલીસે ફાયરિંગ અને હત્યાની કોશિશ કરનાર ફરાર આરોપીને ઝડપી પાડયો

author img

By

Published : Oct 23, 2020, 4:40 AM IST

  • ફાયરિંગ અને હત્યાની કોશિશમાં ફરાર આરોપીને ધાંગધ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પકડ્યો
  • ફાયરિંગ અને હત્યાની કોશિશમાં ફરાર આરોપી ગેડીયાથી પકડાયો
  • ઈસ્માઈલ ખાન બિસ્મિલ્લા ખાન જતને ગેડીયા ગામની સીમમાંથી ધાંગધ્રા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વિરમગામઃ ફાયરિંગ અને હત્યાની કોશિશમાં ફરાર આરોપીને ગેડીયા ગામની સીમમાંથી ધાંગધ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયો છે. પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તથા ધાંગધ્રા ડી.વાય.એસ.પી પી.આર.બી.દેવધાને શરીર સંબંધી તેમજ મિલકત વિરુધ્ધના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુનાઓના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવી ગુન્હા શોધી કાઢવા બજાણા પી.એસ.આઇ વી.એન.જાડેજાને સૂચના આપી હતી.

બાતમીના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ

તેના અનુસંધાને પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. જેમાં ગેડીયા ગામ પાસે આવતા બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ફાયરિંગ તેમજ જાનથી મારી નાખવાની કોશિશનો આરોપી ઈસ્માઈલ ખાન બિસ્મિલ્લા ખાન જત મલેકને ગેડીયા ગામની સીમમાંથી પીછો કરી ઝડપી પાડયો હતો.

પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફરાર આરોપીને ગેડીયા ગામની સીમમાંથી મોબાઈલ અને બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.