- કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આજે સર્વાનુમતે વરણી કરાઇ
- તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય અને તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં વરણી કરાઇ
- કારોબારી ચેરમેન તરીકે સાજીદાબેન નાસીર હુસેન સંગરિયાતની વરણી
અમદાવાદ : ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જમાવી છે. ત્યારે જિલ્લા લેવલથી મેન્ડેટ તૈયાર થઈ આવતા આજરોજ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ગોહિલ (કોંગ્રેસ), તાલુકા વિકાસ અધિકારી સિદ્ધિ બેન વર્મા, તાલુકા પ્રમુખ જય શ્રી બા ધર્મેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આજે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે જુબીન પટેલની વરણી
કારોબારી ચેરમેન તરીકે સાજીદા નાસિર હુસૈન સંગરિયાતની વરણી કરી
ધંધુકા વિધાનસભા ધારાસભ્ય રાજેશ ગોહિલના જણાવ્યા અનુસાર, આજરોજ ધંધુકા તાલુકા પંચાયત ખાતે કારોબારી ચેરમેન તરીકે સાજીદા નાસિર હુસૈન સંગરિયાત અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પ્રેમબેન મકવાણાની વરણી કોઈપણ જાતના ભેદભાવ વિના સર્વાનુમતે કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પોરબંદર જિલ્લા ભાજપના સાત મોરચાઓમાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક
પ્રેમબેન મકવાણાએ કોંગ્રેસી કાર્યકરો, હોદ્દેદારો અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો
સાજીદાબેન સંગરિયાતે તેમની કારોબારી ચેરમેન તરીકે વરણી થવા અંગે ધારાસભ્ય તેમજ તમામ કોંગ્રેસી કાર્યકરોના સાથ અને સહકારથી વરણી કરાતા સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રેમબેન મકવાણાને સામાજિક સમિતિના ચેરમેનની વરણી બદલ સૌ કોઈ કોંગ્રેસી કાર્યકરો, હોદ્દેદારો અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો હતો.