ETV Bharat / state

Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા

ધંધુકામાં થયેલા કિશન ભરવાડ હત્યા કેસના (Dhandhuka kishan bharvad)પડઘા રાજ્યમાં ઠેર-ઠેર પડ્યાં છે. આ હત્યા કેસમાં એક બાદ એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મૌલાના કમરગની ઉસ્માનીએ ગુજરાત ATSની પુછપરછમાં સ્વીકાર્યું છે કે તેના સંબંધો પાકિસ્તાન સાથે છે. શું છે સનસનીખેજ ખુલાસા?

Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા
Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા
author img

By

Published : Jan 31, 2022, 7:33 PM IST

અમદાવાદઃ ધંધુકામાં થયેલા કિશન ભરવાડ હત્યા (Dhandhuka kishan bharvad)કેસમાં એક બાદ એક મોટા સનસનીખેજ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ હત્યા કેસમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે. મૌલાનાની પૂછપરછમાં તેણે મોટો ખુલાસો કર્યો છે. મૌલાના કમરગની ઉસ્માનીએ સ્વીકાર્યું છે કે તેના સંબંધો પાકિસ્તાન સાથે છે. મોલાનાએ(Maulvi from Delhi) જણાવ્યું છે કે તે પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો છે.

રાજ્યના વિવિધ શહેરોની મુલાકાત લીધી

દાવત-એ-ઈસ્લામી સંસ્થા ( Dawat-e-Islami)પાકિસ્તાનના કરાંચીમાં છે અને અમદાવાદ સહિત દેશ-દુનિયામાં આ સંસ્થા ચાલી રહી છે. આ સંસ્થા ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ(Islamic Education Institute) છે, તે યુવાનોના માઈન્ડ વૉશ કરે છે. તેમને કટ્ટર અને હિંસક બનાવવાનું કામ કરી રહી છે. કમરગની ઉસ્માનીએ છેલ્લા છ મહિનામાં રાજ્યના વિવિધ શહેરોની મુલાકાત લીધી હતી. તે પણ કબુલ કર્યું છે.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

ત્રિપુરામાં થયેલી હિંસામાં પણ કમરગનીની સંડોવણી

ત્રિપુરામાં થયેલી હિંસામાં (Violence in Tripura) મૌલાના કમરગનીની સંડોવણી હોવાની બહાર આવી છે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસ કમલેશ તિવારી હત્યાકાંડ મામલે પણ મૌલાનાની પૂછપરછ કરી શકે છે. પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે મૌલાનાની સંડોવણીનો પણ ખુલાસો થયો છે. ગુજરાત એટીએસ દ્વારા અલગ અલગ 40 ટીમ બનાવી છે. સ્લીપર સેલની તપાસ થઈ રહી છે અને બોમ્બે, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં તપાસનો દોર પહોંચ્યો છે.

રાજ્યમાં ઠેર-ઠેર હત્યા કેસના પડઘા

ધંધુકામાં થયેલા કિશન ભરવાડ હત્યા કેસના પડઘા રાજ્યમાં ઠેર-ઠેર પડ્યાં છે. ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો વિરોધ કરવા રાજકોટમાં યોજાયેલી હિન્દુ સંગઠનો અને માલધારી સમાજની (Maldhari Samaj was protested)રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. ધંધુકા હત્યાકાંડ મામલે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, કરજણ સહિતના શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેકટરને આવેદન પત્ર આપી કિશન ભરવાડને ન્યાય આપવાની માગણી કરી છે. રાજકોટમાં તો દેખાવો કરનાર રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ કરતાં સ્થિતિ વણસી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: કેસની સંપૂર્ણ તપાસ ATSને સોંપાઈ, મૌલવી મહંમદ ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર

બંને આરોપીના રિમાન્ડં મંજૂર

બંને આરોપીના 8 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બંન્ને આરોપીને ધોલેરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રીમાન્ડ મંજૂર બાદ કિશન હત્યા કેસમાં પોલીસ પુછપરછમાં હજુ વધુ મોટા ખુલાસા થઈ શકે છે. અને પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માની અને અઝીમ સમાના 7 ફેબ્રુઆરી સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.