અમદાવાદ શહેરના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) અંતર્ગત પ્રમુખ સ્વામીનગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રવિવારે અહીં એક જ દિવસમાં 2 લાખ હરિભક્તો ઉમટી (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) પડ્યા હતા.
રાજ્ય, દેશભરમાંથી આવ્યા ભક્તો આ મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ભાગ લેવા માત્ર અમદાવાદ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશમાંથી હરિભક્તો સહપરિવાર આવી રહ્યા છે. તેવામાં વર્ષના પહેલા દિવસે રવિવારે હોવાથી 2 લાખ હરિભક્તોએ આ મહોત્સવમાં (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) ભાગ લીધો હતો.
મોહેં જો દડો જેવી વ્યવસ્થા ગાંધીનગરથી આવેલા હરિભક્ત તેજસ બારોટે જણાવ્યું હતું (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) કે, આ ખરેખર અદભુત મોટું નગર છે. આ નગરની અંદર દર્શાવાયેલા પ્રદર્શનનો પણ સારા અને જોવાલાયક છે. તેમાં ખાસ કરીને બાળકો માટે તૈયાર કરવામાં આવેલા બાળનગરી પણ બાળકોને સારા સંસ્કારનું સિંચન કરે છે. આ નગરની અંદર ખૂબ જ ઉત્તમ પ્રકારનું આયોજન કરાયું છે. એટલે કોઈ પણ પ્રકારની અગવડતા નથી. આયોજનની દ્રષ્ટિએ પૂરાણોમાં જે લોથલ અને મોહેં જો દડોમાં આયોજન હતું તેવું આયોજન નગરની અંદર છે.
સારું આયોજન બાલાસિનોરથી આવેલા હરિભક્ત રોનક પટેલે જણાવ્યું હતું કે, આ નગરમાં બાળકો માટે ઘણું શીખવા જેવું છે. અહીં સંસ્કારનું સિંચન થાય છે. આ મહોત્સવનું (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર દેશ માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે જોવાલાયક છે. તેમ જ આ આયોજનની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે. આ નગરની અંદર માત્ર નાના બાળકો માટે નહીં, પરંતુ વડીલો અને વૃદ્ધોને પણ કંઈકને (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday) કંઈક શીખવા મળે છે.
આ પણ વાંચો પ્રમુખસ્વામીનું ઋણ ચૂકવવા Googleમાંથી એક મહિનાની રજા લઈ 2 યુવકો આવ્યા અમદાવાદ
આ નગર ખૂબ જ અદભૂત અને અકલ્પનીય સુરતથી આવેલા હરિભક્ત પરેશ રાવળે જણાવ્યું હતું કે, અમે સુરતથી સ્પેશિયલ આ નગર જોવા માટે 10 લોકો આવ્યા છીએ. આ નગરની વાત માત્ર અમે બીજાના મુખે કે મોબાઇલમાં જ સાંભળી હતી, પરંતુ ખરેખર આ નગર ખૂબ જ અદભૂત અને અકલ્પનીય છે. આવી વ્યવસ્થાને મારી જિંદગીમાં ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જોઈ નથી તેવી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે. અહીંયા તૈયાર કરવામાં આવેલી અલગ અલગ એક્ટિવિટી (Devotees Crowd at Pramukh Swami Nagar on Sunday)પણ સમાજમાં સારા સંદેશાઓ આપી રહી છે જે ખૂબ જ જીવનમાં ઉપયોગી થાય છે.