- રાત્રી કરફ્યૂમાં લગ્નની પરવાનગીની માગ
- AMC ના પૂર્વ વિપક્ષ નેતાએ દિનેશ શર્માએ કરી હતી માગ
- અમદાવાદ પોલીસ કમિશનરને કરી રજૂઆત
અમદાવાદ: સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા કોરોનાનું સંક્રમણ વધતા રાત્રીના 9થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રાખવા જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારે લગ્ન સિઝન આવતા રાત્રી કરફ્યૂમાં લગ્ન માટે પરવાનગી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
પરપ્રાંતિયોના મોટા ભાગના લગ્નના મૂહર્ત રાત્રીના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ અમદાવાદ પોલીસ કમિશનરને રાત્રી કરફ્યૂમાં લગ્નની પરવાનગી આપવા માટે રજૂઆત સાથે આવેદન આપ્યું હતું. દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, પર પ્રાંતીય લોકોના મોટા ભાગના લગ્નના મૂહર્ત રાતના છે અને રાતના મૂહર્ત પ્રમાણે લગ્ન નક્કી અગાઉ જ થયા હતા અને બાદમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.
તમામ નિયમોના પાલન સાથે કરફ્યૂ વચ્ચે લગ્નની પરવાનગીની માગ
દિનેશ શર્માએ રજૂઆત કરી હતી કે, હાલ મહામારી વચ્ચે કોરોનાનો તમામ ગાઈડલાઇન્સના પાલન સાથે રાત્રીના કરફ્યૂ દરમિયાન લગ્ન યોજાય, હાલ પર પ્રાંતીય સહિત તમામ લોકો પોલીસના ભય વચ્ચે લગ્ન યોજી રહ્યા છે, પરંતુ પોલીસ કમિશનર દ્વારા પરવાનગી આપવામાં આવે તો તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દિનેશ શર્માની રજૂઆત સાંભળવામાં આવી હતી અને આ અંગે વિચારણા કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.