ETV Bharat / state

Defamation case against Rahul Gandhi : રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં મહત્ત્વની સુનાવણી, રોહન ગુપ્તાની જુબાનીનો મામલો

author img

By

Published : Feb 4, 2023, 8:11 PM IST

ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં (Defamation case against Rahul Gandhi )મહત્ત્વની સુનાવણી થઇ હતી. 2019માં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ (Defamation case against Rahul Gandhi in 2019 )થયો હતો. આ સંદર્ભે રોહન ગુપ્તાની જુબાની (Testimony of Rohan Gupta )લેવામાં આવે તેવી અરજી(Application in Gujarat High Court )ને ગુજરાત હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

Defamation case against Rahul Gandhi : રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં મહત્ત્વની સુનાવણી, રોહન ગુપ્તાની જુબાનીનો મામલો
Defamation case against Rahul Gandhi : રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં મહત્ત્વની સુનાવણી, રોહન ગુપ્તાની જુબાનીનો મામલો

અમદાવાદ : કોગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે 2019માં બદનક્ષીના કેસ મુદ્દે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે જે બદનક્ષી નો કેસ થયો હતો તેમાં હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા મેટ્રો કોર્ટ ના હુકમને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સાથે જ અરજદારે બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તા ની જુબાની હાઇકોર્ટમાં લેવામાં આવે એવી પણ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 2019 માં લોકસભાના ચૂંટણીના સમયે રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ એડીસી બેંક અને જબલપુરની સભામાં અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલ્યા હતા. લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા.આ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ ભાજપના નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આ સમગ્ર મામલો મેટ્રો કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે આ જ કેસમાં રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની પણ આપી હતી.

આ પણ વાંચો Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

રોહન ગુપ્તાની જુબાની ખૂબ જ મહત્વની : જોકે આ બદનક્ષીના કેસમાં અરજદાર મેટ્રો કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આ કેસ મામલે રોહન ગુપ્તાની જુબાની ખૂબ જ મહત્વની છે. તેથી તેમની જુબાની લેવામાં આવે. પરંતુ મેટ્રો કોર્ટે રોહન ગુપ્તાની જુબાની લેવાની પરવાનગી આપી ન હતી અને અરજદારની આ અરજીને મેટ્રો કોર્ટે ફગાવી દીધી હતી.

મેટ્રોકોટે એ અરજીને માન્ય રાખી ન હતી : અત્રે ઉલ્લેખનીય છે કે એ સમયે રોહન ગુપ્તા કોંગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયાના ચેરમેન હતા અને હાલ તેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. અરજદાર દ્વારા મેટ્રો કોર્ટમાં બદનક્ષીના કેસમાં કોંગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયાના ચેરમેન અને કોંગ્રેસ પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની લેવામાં આવે એવી ખાસ અરજી કરી હતી. પરંતુ અમદાવાદ મેટ્રોકોટે એ અરજીને માન્ય રાખી ન હતી અને તેને ફગાવી દીધી હતી.

આ પણ વાંચો રાહુલ ગાંધીના મોદી અટકના નિવેદન મામલે હાઇકોર્ટનો આદેશ, સુરત ટ્રાયલ કોર્ટમાં નવેસરથી સુનાવણી

અરજીને ગ્રાહ્ય રખાઇ : આ બદનાક્ષીના કેસ મામલે હવે અરજદારે મેટ્રોકોટના હુકમને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે, આ સાથે જ અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તાની જુબાની હાઇકોર્ટમાં લેવામાં આવે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અરજીને ગ્રાહ્ય રાખતા આ સમગ્ર મામલે 22 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાહુલ ગાંધીની મુશ્કેલી વધવાની શક્યતાઓ : અત્રે એ નોંધનીય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીના કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થતા જ રાહુલ ગાંધીની મુશ્કેલી વધવાની તમામ શક્યતાઓ રહેલી છે. ત્યારે હવે આ કેસમાં કોઈ રાહુલ ગાંધી સામે કોઈ પગલા લેવામાં આવશે કે નહીં તે તો કોર્ટની કાર્યવાહી બાદ જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.