અમદાવાદમાં આજે એકપણ નવો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં
4 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
હાલમાં કુલ 15 કન્ટેનમેન્ટ ઝોન અમલમાં
અમદાવાદઃ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આજે એક પણ માઈક્રો કન્ટેન્ટ વિસ્તાર જાહેર કરવામાં નથી આવ્યો. મહત્વનું છે કે, હાલ માઈક્રો કન્ટેન્ટ વિસ્તારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ વધુ ચાર વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમાંથી મુક્ત કરાયા છે તો અમદાવાદ શહેરમાં હવે કુલ 15 કન્ટેન્ટ ઝોન અમલમાં રહેશે.
વધુ 4 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
શહેરમાં ઘટતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આજે (સોમવાર) કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરવામાં આવેલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વેસ્ટ ઝોનના 3 અને નોર્થ વેસ્ટ ઝોનનો 1 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં અઠવાડિયાથી 250થી ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોનાની દહેશત ઓછી થતી જોવા મળી રહી છે. એ મહત્વનું છે કે, છેલ્લા આઠ દિવસથી અમદાવાદ શહેર અને જિલ્લામાં 250 થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. સતત આઠમા દિવસે શહેરમાં 250થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 211 નવા કેસ અને 205 દર્દી સાજા થયા છે. જ્યારે 4 દર્દીના મોત થયા છે. તું છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 204 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 55,796 થયો છે. જ્યારે 50,588 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,217 થયો છે.