ETV Bharat / state

Dakor Temple : 50 વર્ષથી રથ લઈને આ સંઘ જાય છે રાજા રણછોડજીને શીશ ઝુકાવા - ફાગણ સુદ પૂનમ ડાકોર

અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલા કામનાથ મહાદેવ સંઘ છેલ્લા 50 વર્ષથી ડાકોર રથ લઈને જઈ રહ્યા છે. આ વખતે 50 વર્ષ પૂર્ણ થતા ઉત્સાહપૂર્વક અંદાજિત 150 જેટલા લોકો આ સંઘમાં જોડાયા છે. તેઓ જણાવે છે કે, પહેલા ડાકોર પદયાત્રા કરીને જતા હતા અને અત્યારે જઈએ છીએ તેમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

Dakor Temple : 50 વર્ષથી રથ લઈને આ સંઘ જાય છે રાજા રણછોડજીને શીશ ઝુકાવા

author img

By

Published : Mar 6, 2023, 3:55 PM IST

કામનાથ મહાદેવ સંઘ છેલ્લા 50 વર્ષથી ડાકોર રથ લઈને જઈ રહ્યા

અમદાવાદ : ભારત દેશ તહેવારોનો દેશ છે. જેમાં તમામ તહેવારો ભાવપૂર્વક અને ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હોય છે. ઘણા તહેવાર એવા પણ આવે છે કે જેમાં લોકો ભગવાનના દર્શન કરવા માટે પદયાત્રામાં રથ કે ધજા લઈને જતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં ફાગણ સુદ પૂનમના દિવસે ડાકોર ખાતે આવેલ રણછોડજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ડાકોરે પદયાત્રા કરીને પહોંચે છે. આ વખતે લોકો ભારે ઉત્સાહપૂર્વક ડાકોર પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. ત્યારે અમદાવાદના કામનાથ મહાદેવ સંધ 50 વર્ષે પુરા થતાં અદાંજે 150 લોકો રથ સાથે પદપાત્રા દ્નારા ડાકોર જઈ રહ્યા છે.

કામનાથ મહાદેવ સંઘ
કામનાથ મહાદેવ સંઘ

50 વર્ષ પૂર્ણ થતાં ભારે ઉત્સાહ : પદયાત્રી પ્રવિણા જોશીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા સાત વર્ષથી આ સંઘમાં પદયાત્રા કરીને ડાકોર આવું છું. આ વખતે 50મું વર્ષ પૂર્ણ થતા ભારે ઉત્સાહમાં છીએ. અમારી પહેલા અમારા પિતા અને અન્ય વડીલો પણ આ પદયાત્રામાં જોડાતા હતા, પરંતુ હવે ઉંમરને કારણે તેઓ ચાલી શકતા નથી. પરંતુ તે પણ આ યાત્રામાં જોડે જ હોય છે. તેમને અન્ય વાહનોની અંદર બેસીને જાય છે. પાછળથી અમારા સંઘના લોકો આ ભગવાન રણછોડજીનો રથ લઈને આવે છે.

રાજા રણછોડજી
રાજા રણછોડજી

તમામ જરૂરિયાત ઉપલબ્ધ : પદયાત્રી કેતન ઉપાધ્યાય જણાવ્યું હતું કે, અમને અમારા વડીલો પાસેથી માહિતી મળી છે. તે મુજબ પહેલા જે પ્રમાણે અત્યારે સગવડો મળી રહે છે. તેવી સગવડો પહેલા મળતી ન હતી. પહેલા અમે બધા જરૂરિયાત સામગ્રી માથે લઈને જતા હતા, પરંતુ અત્યારે સેવા મંડળ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેથી જીવન જરૂરિયાત જે વસ્તુઓ હોય તે અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે. શરૂઆતમાં અમારા સંઘની અંદર 100 જેટલા લોકો જોડાયા હતા. પરંતુ દિવસે આ સંઘમાં પદયાત્રીની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Dakor Holi 2023 : હોળીના પર્વને લઈને મંદિર રોશનીથી ઝળહળ્યું, શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર

દર 100 મીટરે સેવા કેમ્પ : વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ આવા પદયાત્રીઓને ત્રણ પ્રકારના બળ આપે છે. જેમાં શારીરિક બળની વાત કરવામાં આવે તો આખા વર્ષમાં જેટલું તમે ચાલતા હોતા નથી. તેટલું તમે માત્ર બે દિવસમાં જ અહીંયા ચાલો છો. આ ઉપરાંત માનસિક બળ અને રાજા રણછોડના દર્શન કરીને અમને આધ્યાત્મિક બળ મળે છે. આ પદયાત્રીને લોકો પોતાની શક્તિ મુજબ લોકોની સેવા કરવા માટે અહીંયા 100 મીટર સેવા માટે ઊભા રહ્યા છે. જે માત્ર આપણી સંસ્કૃતિમાં જ જોવા મળી આવે છે.

આ પણ વાંચો : Vadodara Vishwamitri River : વિશ્વામિત્રી બની ગટર ગંગા, સ્વચ્છ કરવા માટે પાવાગઢથી પદયાત્રા

50 વર્ષએ માત્ર સંખ્યાત્મક : વધુમાં જણાવ્યું હતું કે, આ 50 વર્ષે માત્ર સંખ્યાત્મક છે, પરંતુ હા અમે આ વર્ષની શરૂઆતથી જ રાહ જોતા હતા. જે આજે પૂર્ણ થઈ રહ્યું છે. સાથે અમે સંકલ્પ પણ લઈ રહ્યા છીએ કે આ પદયાત્રા 50 વર્ષ પૂર્ણ થયા એ માત્ર અહીંયા જ પૂર્ણવિરામ કરવાનો નથી, પરંતુ આગળ પણ આ જ પ્રમાણે પદયાત્રા ચાલુ રાખવામાં આવશે. આવનારી પેઢીને પણ આ પદયાત્રા ચાલુ રાખે તેવી અપીલ પણ કરીશું. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હોવાથી હાલમાં 150 જેટલા લોકો આ પદયાત્રામાં જોડાયા છે, પરંતુ જે લોકો આ પદયાત્રામાં જોડાયા નથી તે પૂનમના દિવસે ડાકોરમાં અમને મળશે ત્યાં અમે ખૂબ મોટો 250થી 300 માણસનો જમણવાર રાખવામાં આવ્યો છે. ત્યાં અમે સૌ સાથે મળીને સમૂહ ભોજન કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.