કુબેર નગર પાસે આવેલા છારાનગરમાં છારા સમાજના લોકો ચોરી, લૂંટફાટ, દારૂ-જુગાર જેવા ગુનાઓ માટે જાણીતા હોય છે. તેથી છારા સમાજના લોકોની સમાજમાં છાપ ખરાબ છે. પરંતુ આ સમાજ હવે તેમની છાપને સુધારવા અને અન્ય સમાજની જેમ પોતાની સારી છબી ઊભી કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે છારા સમાજના લોકો દ્વારા દહીહાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
છારા નગરમાં આવેલા આઠ અલગ-અલગ કોલોનીના સભ્યો દ્વારા આઠ ટીમ બનાવીને દહીં-હાંડી હરિફાઈનું આયોજન કરાયું હતું. પ્રત્યેક ટીમમાં ૩૦ થી ૪૦ જેટલા યુવાઓ હતા, જેમના માટે 3 માળથી પણ વધુ ઊંચાઈએ ક્રેનની મદદથી મટકી હતી તે ફોડવાની ચેતવણી હતી. જે ટીમેં મટકી ફોડી તેને રોકડ ઇનામ તથા સન્માન પણ કરવામાં આવ્યું હતું.