અમદાવાદ :ગુજરાત પર કુદરતી પ્રકોપ છવાયો હોય તેમ કમોસમી વરસાદ અને લગભગ 10 દિવસ સુધી અરબી સમુદ્ર ઉપર એક ચક્રવાત તરીકે હાજર રહ્યા બાદ 6 જૂને એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જનારા બિપરજોય વાવાઝોડાના બે -ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ કાંઠે ત્રાટકવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ચક્રવાત બિપરજોય 15 મીએ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે વાવાઝોડાની શું સ્થિતિ હશે તે વિચાર માત્ર ધ્રુજાવી દે છે.
વિકરાળ બનતું વાવાઝોડું : અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું વધુને વધુ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. વારંવાર દિશા બદલતું બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. આ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર પહોંચી ગયું છે. તે 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે તેમ હોઈ હાલમાં પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, સલાયા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
બિપોરજોય માંડવી અને કરાચી વચ્ચે 15 જૂનની બપોરે ગુજરાત અને પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતાઓ છે. બિપરજોય વાવાઝોડું દિશા બદલીને હાલ ખૂબ જ ખતરનાક બની ગયું છે. ત્યારે હવે ચક્રવાત ગુજરાતના કચ્છ કિનારે ત્રાટકે તેવી શક્યતાઓ છે. જેને જોતા કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને બપોરે ચક્રવાત ત્રાટકી શકે છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે ખતરનાક સાબિત થશે...ડો. મનોરમા મોહંતી(ડાયરેક્ટર, હવામાન વિભાગ)
બિપરજોય વાવાઝોડાની અસરથી વાતાવરણમાં પલટો : તો વાવાઝોડાની અસરને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં બિપરજોય થોડા જ દિવસમાં ટકારાઇ શકે છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” આગળ વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા અત્યંત ખોફનાક ચક્રવાતી વાવાઝોડું હાલ “બિપરજોય” 2 થી 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે .ત્યારે આ ભયાનક વાવાઝોડું 14મીની સવાર સુધી ઉત્તર તરફ ગતિ કરતું રહેશે, જે પછી તે ઉત્તર-પૂર્વ તરફ ગતિ કરશે. તેની આ દિશા જોતા બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાત અને પાકિસ્તાન પર થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
પરિસ્થિતિઓને પહોંચી વળવા તૈયારીઓ : અહીં આ ભયાનક વાવાઝોડા બિપરજોય અંગે જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તેની ભયાનકતા કેટલી હોઈ શકે તેનો અંદાજો લગાડવો મુશ્કેલ છે. પરંતુ હાલ તો હવામાન વિભાગની ચેતવણીના પગલેે તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
- Cyclone Biparjoy : ગુજરાતમાં જોવા મળશે બિપરજોયની અસર, 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અને રાજ્યમાં વરસાદી માહોલ થશે : અંબાલાલ પટેલ
- Cyclone Biparjoy: વાવાઝોડાની આગાહી સાથે રાજકોટમાં વરસાદ શરૂ, તંત્રએ તમામ તૈયારીઓ કરી સતર્ક રહેવા જણાવ્યું
- Cyclone Biparjoy : નવસારીના દરિયાકિનારે કરંટ, તંત્ર દ્વારા રીક્ષા ફેરવીને લોકોને જાગૃતિના કરાયા પ્રયાસ