અમદાવાદ: બિપરજોય વાવાઝોડું આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ખતરાની ઘંટી બનીને ગુજરાતના દરિયા કાંઠે ટકરવાની સંભાવના છે. આ વાવાઝોડાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનર દ્વારા તમામ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી.જેમાં અઘિકારીએ અમદાવાદ શહેરની સમીક્ષા અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
ફિટનેસ સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા: Dy. AMC સી.આર.ખરસાણએ જણાવ્યા હતું કે બિપરજોય વાવાઝોડાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ શાસક પક્ષના નેતાઓ દ્વારા અમદાવાદ શહેરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરનું ઝાડની ટ્રીમીગ કરવા, શહેરમાં બે લાખથી પણ વધારે સ્ટ્રીટ લાઈટના પોલનું ચેકિંગ ઇલેક્ટ્રીક વાયરનું ચેકિંગ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલ મોટા જાહેરાતના હોર્ડિંગ ફિટનેસ સર્ટિફિકેટ પણ મંગાવવામાં આવ્યા છે.
દિવસમાં બે વખત મીટીંગ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલરૂમ પણ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેરમાં વાવાઝોડાને કારણે કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો શહેરના લોકો કંટ્રોલરૂમમાં જાણ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોશિયલ મીડિયા દ્વારા પણ શહેરની જનતાને અગત્યની સૂચનાઓ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બિપરજોય વાવાઝોડાને અંતર્ગત આગામી ત્રણ દિવસ સુધી દિવસમાં 2 વખત અધિકારીઓ સાથે મીટીંગ કરી સહેલી કામગીરી સમીક્ષા કરવામાં આવશે.
રિવરફ્રન્ટ વોક વે બંધ: અમદાવાદ શહેરમાં હાલમાં મધ્યમ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં પવનની ગતિ વધુ ઝડપી થાય તેવી સંભાવનાઓ છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી રીવરફ્રન્ટ સહેલાણી 18 જૂન સુધી માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલા ખાનગી મોબાઇલ ટાવરના નેટવર્ક ધરાવતી કંપનીઓને પણ ફિટનેસ સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા છે.