અમદાવાદ: અરબી સમુદ્રમાં બિપરજોય જોઈ વાવાઝોડું કેન્દ્રિત થયું છે. તેની સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠે અસર થવાની સંભાવના હાલ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે ભારે વરસાદની પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હાલ ઓખા પોરબંદર સહિત દરિયાકાંઠાના બંદરો પર સિગ્નલ નંબર સ્થિતિ પ્રમાણે લગાવવામાં આવ્યા છે. આજે નવ નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. ત્યારે દરેક નંબર કઈ પ્રકારનો ભય સૂચવે છે તે જાણવું જરૂરી છે.
સમયની સંકેત નિશાની: પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે બંદર ઉપર વાવાઝોડાની પરિસ્થિતિ સમયની સંકેત નિશાનીઓ જેને બંદર સિગ્નલ કહેવામાં આવે છે. તે 1 થી 11 સુધી હોય છે. વાવાઝોડા સમયે બંદર ઉપરથી થતી સાયરેન નિશાનીઓના આધારે માછીમારો તેમજ દરિયા કાંઠે રહેતા લોકોને સાવધાન કરવામાં આવે છે. બંદર પર અલગ અલગ સિગ્નલ્સ હવામાન જોઇને બહાર પાડવામાં આવી રહ્યા છે.
બંદર ઉપરના સિગ્નલ: પ્રથમ નંબરનું સિગ્નલ હોય ત્યારે હવા તોફાની અથવા સપાટી વાળી છે કે નથી અને વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપે છે .જ્યારે બે નંબરનું સિગ્નલ વાવાઝોડું શરૂ થયું છે અને સિગ્નલ નંબર એક અને બે બતાવે છે. બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે. જ્યારે ત્રણ નંબરનું સિગ્નલ એવું બતાવે છે કે સપાટી વાળી હવાથી બંદર ભયમાં છે. આ સિગ્નલ ઊંધા ત્રિકોણ પ્રકારનું હોય છે. ચાર નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે. જ્યારે પાંચ નંબરનું સિગ્નલ જેમાં થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે. જેથી બંદર ઉપર ભારે હવા આવવાનો સંભવ છે. આ સિગ્નલમાં રાત્રે ત્રણમાંથી નીચેની એક લાલ લાઈટ હોય છે.
શેપ ધરાવતું સિગ્નલ: છ નંબરનું બંદર ઉપર સિગ્નલ લાગે ત્યારે ભય થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફનો કિનારો ઓળખવા સંભવ છે. જેથી બંદર ઉપર ભારે આવવાનો અનુભવ છે. તેની નિશાનીમાં એક સીધું ત્રિકોણ અને નીચે નાનુ ચોરસ પ્રકારનો શેપ ધરાવતું સિગ્નલ દેખાય છે. ત્રણ લાઈટ માંથી સૌથી ઉપરની લાઈટ લાલ હોય છે. સાત નંબરનું સિગ્નલ જે (ભય)પાતળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે. જેમાંથી બંદરે ભારે તોફાની હવાનો સામનો કરવો પડે આ પ્રકારના સિગ્નલમાં બે ત્રિકોણ સામસામા અને નીચે નાનું ચોરસ પ્રકારનો શેપ દેખાય. જ્યારે રાત્રે ત્રણ લાઈટમાંથી વચ્ચેની લાઈટ લાલ હોય છે.
કિનારો ઓળંગવાનો સંભવ: આઠ નંબરનો સિગ્નલ જે મહાભય જેમાં ભારે જોર વાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે. જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે જેમાં એક ઊંધું ત્રિકોણ અને નીચે નાનું લંબચોરસ શેપ નું સિંગલ હોય અને ત્રણ લાઈટ માંથી નીચેની બે લાલ લાઈટ હોય છે. જ્યારે નવ નંબરનું સિગ્નલ કે જે તે દર્શાવે છે કે મહાભય કે જેમાં ભારે જોર વાળુ વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે.જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થાય. આ સિગ્નલમાં એક ત્રિકોણ અને નીચે થોડી જગ્યા પછી લંબચોરસ પ્રકારની પટ્ટી જેવો શેપ અને રાત્રે ઉપરની બે લાઈટ લાલ હોય છે.
મહાભય ભારે વાવાઝોડું: જ્યારે 10 નંબરનું સિગ્નલ કે જે આજે તારીખ 12 જૂન ના રોજ બપોરથી લગાવવામાં આવ્યું છે તે દર્શાવે છે કે મહાભય ભારે જોર વાળુ વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે. જેમાં એક ઉંધા પ્રકારના ત્રિકોણ અને સામે તેનાથી નાના પ્રકારના ત્રિકોણ અને થોડી જગ્યા પછી નીચે લંબ સ્વરૂપનો શેપ અને ત્રણ લાઇટ માંથી પહેલી અને ત્રીજી લાઈટ લાલ હોય છે.
તાર વ્યવસ્થા બંધ: જ્યારે 11 નંબરનું છેલ્લું સિગ્નલ જેમાં રાત્રે એક જ મોટી લાઈટ લાલ અને બે સામસામા ત્રિકોણ હોય છે. જેનો અર્થ તાર વ્યવસ્થા બંધ, કોલાબા હવા ચેતવણીના કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર ખોવાઈ ગયેલ છે કે જેથી સ્થાનિક અધિકારીનું માનવું છે કે ખરાબ હવામાનનો ભય છે. પોર્ટ વિભાગ, ફિસરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને માછીમારોને બંદર ઉપર લાગેલા સિગ્નલ મુજબ સાવચેત રહેવા અને દરિયાકાંઠાના લોકોને પણ હવામાન વિભાગની આગાહી છે. ત્યાં સુધી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.