ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને પગલે હજ જતાં યાત્રીઓને હજ કમિટીની અપીલ

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની પુરી સંભાવનાઓ છે. આ વાવાઝોડું 15 જૂનની સાંજે ટકરાશે. જો કે હાલ હજ જવા માટેની ફલાઈટ શરૂ થઈ ગઈ છે. જેથી હજ કમિટીએ હજીયાત્રીઓને અપીલ કરી છે.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને પગલે હજ જતાં યાત્રીઓને હજ કમિટીની અપીલ
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને પગલે હજ જતાં યાત્રીઓને હજ કમિટીની અપીલ
author img

By

Published : Jun 14, 2023, 8:16 PM IST

અમદાવાદ : ગુજરાતમાંથી હજ પર જવા માટે 4 જૂનથી ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. આ સંજોગોમાં ગુજરાતના માથે બિપરજોય વાવાઝોડાના ભયને જોતા હજ કમિટીએ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવતાં હજયાત્રીઓને સમયસર રિપોર્ટિંગ કરવા અને તેમના સગાસંબંધીને એરપોર્ટ પર ન લાવવા અપીલ કરી છે.

10,000 હજયાત્રીઓ ગુજરાત હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે ઈટીવી ભારતને કહ્યું કે 4 જૂનથી 24 જૂન સુધીમાં લગભગ દસ હજાર હજયાત્રીઓ હજ કરવા જઈ રહ્યા છે અને પ્રત્યેક ફ્લાઈટમાં 360- 370 હજયાત્રીઓ જેદ્દાહ જવા રવાના થઈ રહ્યા છે. પરંતુ ગુજરાત પર ચક્રવાત બિપરજોયના ભયને ધ્યાનમાં રાખીને તેઓ ગુજરાતના દરિયાકાંઠે રહેતા હોય તો તેઓ શક્ય તેટલા વહેલા આવી જાય.

હજયાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના રિપોર્ટિંગ સમયે બને તેટલા જલદી હજ હાઉસ અમદાવાદ પહોંચી જાય અને અસરગ્રસ્ત વિસ્તારોના હજયાત્રીઓ હજ હાઉસમાં સમય પહેલા આવી શકે. હજ કમિટીએ હજ હાઉસમાં સારી વ્યવસ્થા કરી છે. હજયાત્રીઓએ તેમના સંબંધીઓને એરપોર્ટ પર ન લાવવા જોઈએ. જે રીતે 50 સંબંધીઓ એરપોર્ટ પર તેમને છોડવા માટે આવે છે...ઈકબાલ સૈયદ (ગુજરાત હજ કમિટીના ચેરમેન)

હજ હાઉસમાં વહેલા આવવાની સૂચના નોંધનીય છે કે 13થી 18 જૂન સુધી હજયાત્રીઓને હજ હાઉસ અને એરપોર્ટ પર અગાઉથી પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી હજ યાત્રા માટે 8 ફ્લાઈટો રવાના થશે. હાલમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ છે તેવા જિલ્લાઓ જેમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સુરત, રાજકોટના યાત્રિકોને હજ હાઉસમાં વહેલા આવવાની સૂચના આપવામાં આવી છે.

  1. Cashless Hajj : સરકારનો 'કૈશલેસ હજ' પર ભાર, હજયાત્રીઓ માટે વિશેષ કાર્ડ
  2. Hajj 2022 : પાટણમાં હજ માટે તાલીમ અને રસીકરણ કેમ્પ યોજાયો, જાણો બીજી કઇ પ્રક્રિયા હોય છે
  3. Hajj on Cycle : આ શખ્સ સાયકલ પર નિકળી પડ્યો હજ પર, વીડિયો થયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.