ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે 15મી સુધી વરસાદની શક્યતા - Biporjoy

ભારતમાં ચોમાસાની સીઝનના પ્રારંભે જ બિપરજોય વાવાઝોડાની આફત સામે આવી છે. સરકાર એલર્ટ મોડમાં છે છતાં વાવાઝોડાની તીવ્રતા પર દારોમદાર છે. એવામાં હવામાનવિભાગે 15મી સુધી રાજ્યમાં વરસાદની શક્યતા જણાવી છે.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે 15મી સુધી વરસાદની શક્યતા

author img

By

Published : Jun 10, 2023, 9:00 PM IST

15મી સુધી રાજ્યમાં વરસાદ

અમદાવાદ : કેરળમાં વિધિવત રીતે ચોમાસાના આગમન બાદ હવે સમગ્ર દેશમાં ચોમાસું વિસ્તરવાની તૈયારીઓ થઈ ગઈ છે. કેરળ બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં વરસાદી માહોલ છવાશે. ગુજરાત સહિત દેશના ઘણાં રાજ્યોમાં આકાશમાં વાદળોની હારમાળા જોવા મળી રહી છે. જેને કારણે ગરમીમાં આંશિક ઘટાડો પણ અમુક જગ્યાએ થયો છે. ખાસ તો અરબી સમુદ્રમાં ઉત્તર પશ્ચિમ તરપ આગળ વધતું બિપરજોય વાવાઝોડું પૂર્વ તરફ ફંટાય તો ગુજરાતને મોટી અસર થવાની ભીતિ છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ બિપરજોય વાવાઝોડાની અસરમાં પવનની તેજ ગતિ રહેવાની શક્યતા જતાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્‍યથી હળવો વરસાદ થઇ શકે છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.Conclusion:ડો.મનોરમા મોહંતી - ડાયરેકટર - હવામાન વિભાગ ના જણાવ્‍યુ હતુ કે, ગુજરાતના દરિયાકાંઠે ગતિ પ્રતિ કલાકે ૩૫થી ૪૦ની ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. ૧૦ તારીખના રોજ ૩૫થી ૪૦થી ગતિએ પવન ફૂંકાશે આ સાથે પવનની ગતિ ૫૦ સુધી જવાની શક્‍યતા છે. જે બાદ પવનની ગતિ ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાક થવાની આગાહી છે...ડો. મનોરમા મોહં‍તી (હવામાન વિભાગ ડાયરેક્‍ટર )

બિપરજોય પોરબંદરથી 600 કિલોમીટર દૂર : હવામાન વિભાગની આગાહી મુજબ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનની ગતિ તેજ રહેવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં 12 થી 15 જૂન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 600 કિલોમીટર દૂર છે અને 24 કલાક બાદ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવનાઓ છે.

15મી સુધી વરસાદની શક્યતા : હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે. આ તોફાનની ઝપેટમાં ઉત્તર કેરળ, કર્ણાટક અને ગોવાના કાંઠા વિસ્તારો આવી શકે છે. પરંતુ કાંઠા વિસ્તારો સુધી પહોંચવા માટે વાવાઝોડાએ લાંબુ અંતર કાપવાનું રહેશે. જોકે ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તારીખ 15 જૂન સુધી વરસાદ પડવાની સંભાવના છે. જોકે હાલ સરકાર તરફથી માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી પણ અપાઈ છે.

થંડરસ્‍ટોર્મ એક્‍ટિવિટી રહેશે : ત્યારે હવે ચોમાસાની શરૂઆત થતાં 12 જૂનથી વરસાદ પડવાની શકયતા જોવા મળી રહી .ચોમાસાની શરૂઆતમાં હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી પાંચ દિવસ સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્‍છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાનું અનુમાન છે. રાજયમાં થંડરસ્‍ટોર્મ એક્‍ટિવિટી રહેવાથી આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના હવામાન વિભાગે આપી છે.

  1. Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડા સામે તંત્ર સજ્જ, ગુજરાતના તમામ બંદરો પર એલર્ટ, માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ
  2. Monsoon in Gujarat : બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં 10-11 જૂને પવન સાથે વરસાદની શકયતા
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાંના સંકટ વચ્ચે કચ્છના બીચ બંધ, કંડલા બંદર પર 2 નંબરનું સિગ્નલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.