ETV Bharat / state

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈ AMC દ્વારા સર્જન ડોકટરોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયો - AMC દ્વારા સર્જન ડોકટરો સ્ટેન્ડ બાય રાખવાના આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બીપર જોય વાવાઝોડાને લઈને અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે. શહેરમાં આવેલી મુખ્ય હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. સર્જન-ઓર્થોપેડિક સહિતના ડોક્ટરોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

Cyclone Biparjoy
Cyclone Biparjoy
author img

By

Published : Jun 13, 2023, 7:44 PM IST

AMC દ્વારા સર્જન ડોકટરો સ્ટેન્ડ બાય રહેવા આદેશ

અમદાવાદ: બિપરજોય વાવાઝોડું આગામી પાંચ દિવસ ગુજરાતમાં તે ખતરાની ઘંટી સમાન છે. ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાનું છે. સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તેમજ ભારે પવન સંભાવના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારી દર્શાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ હોસ્પિટલોમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સર્જન ડોક્ટર સ્ટેન્ડ બાય: AMC આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડા લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સૈનિક મુખ્ય હોસ્પિટલોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલમાં સર્જન ઓર્થોપેડિક સહિતના ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને પણ આ સમયગાળામાં પણ હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે અને લોકોને વધુમાં વધુ સારી રીતે સારવાર ઝડપી મળી રહે તે માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

દવાઓનો સ્ટોક પૂરતો: બિપરજોય વાવાઝોડાને બાદ અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે કોઈપણ વ્યક્તિને આરોગ્યની સુવિધાની જરૂરિયાત ઊભી થાય તે માટે તમામ વોર્ડમાં મેડિકલ વાહન તૈયાર કરવામાં આવ્યા છે. જેની અંદર મેડિકલ તમામ સેવાઓ પ્રાપ્ત થશે. આ વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દવાઓનો પૂરતો સ્ટોક કરવામાં આવ્યો છે. ડોક્ટરો પણ આ આપત્તિ સમયે હાજર રહેશે.

પાણીજન્ય કેસોમાં વધારો: અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 11 જૂન સુધીમાં 251 જેટલા કિસ્સો નોંધાયા છે. જ્યારે કમળાના 42, ટાઈફોડના 83 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા રેસીડેન્સી ક્લોરિન ટેસ્ટ 5611 કરવામાં આવ્યા હતા. જેમાંથી 134 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યું છે. જ્યારે 1481 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 21 જેટલા પાણીના સેમ્પલ જાહેર થયા છે.

  1. Cyclone Biparjoy: કંડલામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, 102 વર્ષના દિવ્યાંગ વૃદ્ધાને સ્થળાંતરણમાં કરી મદદ
  2. Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને લઈને એસ.ટી નિગમે આ શહેરમાં જતી તમામ બસ કરી રદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.