અમદાવાદ: બિપરજોય વાવાઝોડા લઈ ગુજરાતના દરિયાકિનારના આવેલ જિલ્લા ભારે નુકસાન પહોંચી શકે છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે. અમદાવાદમાં આ સમયે 50 કિમી ઝડપે ભારે પવન સથે વરસાદ ફૂકાઈ શકે છે. જેને અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વાવાઝોડાને લઈને તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
દરેક ઝોનમાં કંટ્રોલ રૂમ: DY AMC સી. આર.ખરસાણએ જણાવ્યું હતું કે બિપરઝોય વાવાઝોડા લઈને AMCના અધિકારીઓ દ્વારા સતત 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ અમદાવાદ કોર્પોરેશનના દરેક ઝોનમાં કુલ 24 જેટલા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરત આવશ્યક માલ સામાન, મેન પાવર તેમજ મશીન રાખવામાં આવેલ છે. જેને લઈને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં AMCના અધિકારીઓને ખડેપગે રહેવાની સૂચના આપવામાં આવી છે.
ભયજનક જાહેરાતોના બોર્ડ ઉતારાયા: વિસ્તારમાં પાણી ભરવાના નિકાલ માટે એસટીપી ખાતે 105 પંપો તેમજ 34 સ્ટ્રોંગ વોટર પંપમાં 83 પંપોને સ્કાડા સિસ્ટમ દ્વારા મુખ્ય કંટ્રોલરૂમ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 1,54173 જેટલા વીજપોલની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત 154 જેટલા ફ્લેક્સ બેનર, 26 હોર્ડિંગ સ્ટ્રક્ચર પણ ઉતારી દેવામાં આવ્યા છે. 276 જેટલા મકાનોની નોટિસ આપવામાં આવી છે. શહેરના અંડર પાસ વાયરલે સિસ્ટમ અને ઇન્ટરનેટ માધ્યમથી કનેક્ટ કરીને વરસાદ માપવા માટે કુલ 26 ઓટોમેટિક રેન ગેજ મશીન સુસજજ કરવામાં આવ્યા છે.
ફાયર ટીમ સ્ટેન્ડ બાય: વાવાઝોડાને પહોંચી વળવા માટે નાગરિકોનું સ્થળાંતર તેમજ બચ્ચાઓની કામગીરી માટે અમદાવાદથી સર્વિસની 15 રેસ્ક્યુટિવ ટીમ, 5 વોટીંગ સ્ટાફ ટીમ, 5 બોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જાહેર માર્ગ પર આવેલા કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, ચાર રસ્તા જંકશન પરના PTZ કેમેરા અને અંડર પાસ પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવશે. શહેરમાં ભારે વરસાદના સંજોગોમાં ટ્રાફિક ડાઈવરજન તથા જંકશન કાર્યવાહી હાથ ધરી શકાય તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને પણ વાયરલેસ સાથે હાજર રાખવામાં આવશે.
- Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
- Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ
- Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો તંત્રએ લિધો નિર્યણ