અમદાવાદ : વિધવા વૃધ્ધા સાથે ફેસબુક પર ઈમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી (Ahmedabad Crime News) આચરનાર નાઇઝીરીયન ગેંગના બે આરોપીની સાયબર ક્રાઇમે દિલ્હીથી ધરપકડ કરી છે. જોકે હજુ આ ગેંગમાં વધુ આરોપીઓ હોવાનું સામે આવતા તે આરોપીઓ સુધી પહોંચવા સાયબર ક્રાઇમનું દિલ્હીમાં ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. (Nigerian Fraud in Ahmedabad)
શું હતો સમગ્ર મામલો આ મામલે સાયબર ક્રાઈમ અકા ગેરાર્ડ અને ગિફ્ટ ઓલાબીસી ઓકાફોર નામના બે નાઇજીરીયન પકડ્યા છે. આ બંને આરોપીઓએ તેમના સાગરિતો સાથે મળીને એક વૃદ્ધ મહિલા સાથે ફેસબુક થક્કી મિત્રતા કરી હતી. મહિલાના પતિનું અવસાન થયું હોવાથી તે એકલી હોવાથી ડિપ્રેશનમાં રહેતી હતી. તે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તે ફેસબુક ID ધારક સાથે વાત કરતી હતી. આ દરમિયાન આરોપીઓને ખ્યાલ આવી ગયો કે આ વૃધ્ધા તેઓની જાળમાં ફસાઈ જશે. (emotional talking cheating case in Ahmedabad)
આરોપીએ ઇમોશનલ વાતો કરી જેથી આરોપીઓમાંના એક આરોપીએ ઇમોશનલ વાતો શરૂ કરી સંબંધો કેળવ્યા. બાદમાં વૃધ્ધા પાસે આર્થિક મદદ પણ માંગી. જેથી વૃધ્ધાએ પહેલા આનાકાની કરી પણ બાદમાં જાળમાં ફસાવી વૃધ્ધાના લાખો રૂપિયા આ ગઠિયાઓએ પડાવી લીધા. વૃધ્ધાએ પૈસા પરત માંગતા આરોપીએ ગિફ્ટ મોકલી હોવાનું કહીને પણ છેતરી હતી. આમ કુલ 33.92 લાખ રૂપિયા પડાવનાર આરોપીઓએ આ રીતે છેતરપિંડી કરતા તેઓ સામે ગુનો નોંધી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. (Cheated by emotionally talking on social media)
આ પણ વાંચો અ'વાદ સાયબર ક્રાઈમ વિભાગે 400 વધુ લોન એપ્સ બંધ કરાવી, જાણો મોડસ ઓપરેન્ડી
લાખો રૂપિયા ખંખેરી લીધા પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, આરોપી શખ્સે પોતે સ્કોટલેન્ડ ખાતે ૨હેતો હોવાની તેમજ તેને જુદા જુદા ત્રણથી ચાર મોટા મોટા બિઝનેસ છે તેવી વાતચીત કરી વૃધ્ધાને જાળમાં ફસાવી હતી. આરોપીએ તેની પત્નીનું પણ અવસાન થયું હોવાનું વૃધ્ધાને કહેતા વૃધ્ધાને ઇમોશનલ એટેચમેન્ટ થાય તેવું કૃત્ય કરવાનું શખ્સે ચાલુ કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ વૃધ્ધા પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. પણ વૃધ્ધાને શંકા જતા પૈસા પરત માંગ્યા તો આરોપીઓએ વધુ એક ચાલ ચાલી. જેમાં ગિફ્ટ મોકલવાનું કહીને કસ્ટમ વિભાગના નામે ચાર્જ ભરવાનું કહી ફરીથી પૈસા ખંખેર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. (Fraud case in Ahmedabad)
આ પણ વાંચો વાત લગ્નનની ને ઈરાદો છેત્તરપિંડીનો, ગજબનું ભેજું મારીને 43 લોકોને ખંખેર્યા
ટોળીમાં હજુ છથી વધુ લોકો હજુય આ ગેંગમાં અનેક સભ્યો છે. જે હાલ દિલ્હીમાં બેસીને આ રીતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનું પોલીસ માની રહી છે. આ ગેંગમાં હજુ છથી વધુ લોકો હોવાનું માની પોલીસની એક ટીમ હજુય ત્યાં ઓપરેશન હાથ ધરી રહી છે. જે આરોપીઓ પકડાયા બાદ તમામ આરોપીઓએ કુલ કેટલા લોકોના કેટલા નાણાં ચાંઉ કરી છેતરપિંડી આચરી છે તેનો સાચો આંકડો સામે આવશે.