- કોરોનાનો કહેર વધતા શહેરમાં ફરી કરફ્યુ લાગુ
- શુક્રવાર રાત્રે 09:00થી સોમવાર સવારે 6 કલાક સુધી રહેશે કરફ્યૂ
- દુધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે
અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે અને શહેરમાં દરરોજ 200થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા કરફ્યુ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, શહેરમાં દુધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે.
કોવિડ હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે શહેરની તમામ કોવિડ હોસ્પિટલ્સ હાલ ફુલ થતી જઈ રહી છે. જેના કારણે લોકોને અગવડતા પડી રહી છે, પરંતુ જે રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કરફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં 60 કલાકથી વધુ કરફ્યૂ
અમદાવાદની મહત્વની જવાબદારી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. જ્યારે ગુરૂવારે રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી જાહેરાત કરી હતી કે, હવે 20 નવેમ્બર સવારે 9:00થી સોમવાર 23 નવેમ્બરના સવારના 6 કલાક સુધી સંપૂર્ણ અમદાવાદમાં કરફ્યૂ રહેશે. એટલે કે અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ રહેશે.