ETV Bharat / state

Ahmedabad Crime: કારમાંથી ફટાકડા ફોડી યુવતીને ઈજા મામલે સગીરાના પિતા સામે નોંધાયો ગુનો - અમદાવાદ પોલીસ

રામોલમાં કારમાંથી ફટાકડા ફોડી યુવતીને દજાવવા મામલે કાર ચાલકે સગીરાના પિતા સામે ગુનો નોંધાયો છે. CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેમની એક્ટિવાની આગળ જઈ રહેલી કારમાં અમુક યુવકોએ ચાલુ કારમાં ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા. જે ફટાકડામાંથી એક ફટાકડો તેની દીકરી પર આવીને પડતા તેને ઈજા પહોંચી હતી.પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રામોલમાં કારમાંથી ફટાકડા ફોડી યુવતીને દજાવવા મામલે કાર ચાલક સગીરાના પિતા સામે નોંધાયો ગુનો

author img

By

Published : Apr 20, 2023, 1:04 PM IST

રામોલમાં કારમાંથી ફટાકડા ફોડી યુવતીને દજાવવા મામલે કાર ચાલક સગીરાના પિતા સામે નોંધાયો ગુનો

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં નબીરાઓ દ્વારા જાહેરમાં કરવામાં આવેલી સ્ટંટબાજી મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરવામાં આવતા ઘટનામાં સામેલ કાર સગીર ચલાવતો હોવાનું ખુલતા સગીરને કાર આપનાર તેના પિતા સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ચાલુ કારમાંથી અમુક શખ્સો જાહેરમાં ફટાકડા ફોડી આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. ફટાકડાના કારણે એક સગીર યુવતી પણ દાઝી ગઈ હતી. અંદાજે 20 દિવસ બાદ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. જોકે હવે આ મામલે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં ખસેડી: અમદાવાદ વસ્ત્રાલમાં રહેતા અને સિલાઈ કામ કરતા દીપ્નેશ પ્રજાપતિએ 4 દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી. જેમાં તારીખ 28મી માર્ચ 2023 ના રોજ તેમની દીકરી ધોરણ 10 ની પરીક્ષાનું છેલ્લું પેપર પૂર્ણ કરીને તે એક્ટિવા પર બેસાડી ઘરે જઈ રહ્યા હતા. વસ્ત્રાલ મહાદેવ ફાર્મ પાસે અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પહોંચતા અચાનક તેની દીકરી પર એક ફટાકડો ઉડીને પડતા તે દાજી ગઈ હતી. જેથી તેઓએ દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

આ પણ વાંચો Ahmedabad crime news: અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઇલ ચોરી કરતી ઝારખંડની ગેંગ પકડાઈ

ફરિયાદ નોંધાઈ: જે બાદ આસપાસ ના CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેમની એક્ટિવાની આગળ જઈ રહેલી કારમાં અમુક યુવકોએ ચાલુ કારમાં ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા. જે ફટાકડામાંથી એક ફટાકડો તેની દીકરી પર આવીને પડતા તેને ઈજા પહોંચી હતી. જે બાદ તેઓએ આ મામલે જાણવાજોગ દાખલ કરી હતી.જેમાં બંને પક્ષ વચ્ચે સમાધાન ન થતા અંતે આ મામલે કાર ચલાવનાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા ધરપકડ

કડક કાર્યવાહી હાથ ધરાશે: આ મામલે પોલીસે વધુ તપાસ કરતા ગુનામાં વપરાયેલી કાર એક સગીર ચલાવતો હોવાનું અને તેના પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી અંતે આ મામલે પોલીસે સગીરને કાર ચલાવવા આપનાર તેના પિતા ભાવેશ વઘાસિયા સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પૂર્વ DCP સફિન હસને જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરતા સગીરને તેના પિતાએ વાહન આપ્યું હોવાથી પિતા સામે ગુનો નોંધાયો છે. તમામ વાલીઓને પોલીસની અપીલ છે કે જે બાળકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોય તો તેઓને વાહન ન આપવો. આવો કોઈ પણ કિસ્સો સામે આવશે. તો વાલી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરાશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.