અમદાવાદ : 14 ઓક્ટોમ્બરની ભારત - પાકિસ્તાનની મેચને ધ્યાને રાખીને રેલ્વે વિભાગ દ્વારા પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની જોડી ચલાવવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી આ સ્પેશ્યલ ટ્રેનની વિગતો આપતા રેલવે PROએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09013 અને ટ્રેન નંબર 09014 એમ કુલ બે ટ્રેન મુંબઈ સેંટ્રલથી અમદાવાદ સુધી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન મેચ દરમિયાન ફાળવવામાં આવી છે.
ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે. જ્યારે આ બંને ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. જેથી આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરોને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાની રહેશે. જોકે ભારત અને પાકિસ્તાનની મેચ માટે લોકોની ભીડ રહેશે જેને લીધે રેલવે વિભાગ દ્વારા ક્રિકેટ ચાહકો માટે લેવામાં આવેલા આ નિર્ણય થી ક્રિકેટ રસિકોને મહત્તમ ફાયદો થશે. - જીતેન્દ્ર જયંત - PRO
ટ્રેનનું ટાઇમ ટેબલ : ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ રૂટ પર શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઇ એમ બંને રૂટ માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 2 ટાયર એસી, 3 ટાયર એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
Cricket World Cup 2023: પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, ભારે બંદોબસ્ત વચ્ચે હોટેલ હયાતમાં રોકાશે