ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદે કેમ કોઈ આચારસહિંતા નથી. વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શું પગલા લઈ શકાય એ મુદે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.
હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે, જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. હાઈકોર્ટે આ મુદે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્તન અંગે નિયમ ઘડવામાં આવે એવી સુઓમોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.