અમદાવાદઃ કોરોના વાઈરસની મહામારીમાં પોલીસ વિભાગે મહત્વનો રોલ ભજવી રહી છે. લોકડાઉનનું કરાવીને પોલીસ દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા સતત લોકો માટે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આવા કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધે તે માટે શાહીબાગ પોલીસનું શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
![અમદાવાદમાં કોરોના વૉરિયર્સ પોલીસનું સ્થાનિકો દ્વારા સન્માન કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-police-sanman-photo-story-7204015_05052020085146_0505f_1588648906_747.jpg)
અમદાવાદની શાહીબાગ પોલીસ પેટ્રોલીંગ દ્વારા લોકડાઉનનું પાલન કરાવી રહ્યા હતા, ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા ઉત્તર ગુજરાત પટેલ સોસાયટીમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઇ ડાભી સહિતના પોલીસકર્મીઓનું શાલ ઓઢાવી અને કામગીરી બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનથી પોલીસને પણ કામ કરવામાં ઉત્સાહ વધે છે અને નાગરિકો તથા પોલીસ વચ્ચેના સંબંધોમાં પણ સુધારો થયો છે.
![અમદાવાદમાં કોરોના વૉરિયર્સ પોલીસનું સ્થાનિકો દ્વારા સન્માન કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-04-police-sanman-photo-story-7204015_05052020085146_0505f_1588648906_333.jpg)
મહત્વનું છે કે, અગાઉ અનેક જગ્યાએ પોલીસની કામગીરી બદલ ફૂલો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે લોકડાઉન 3.0 શરૂ થતાં જ પોલીસનું ફરીવાર શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું.