- કોરોના સંક્રમિતોના વધતા પ્રમાણ ડામવા યોજાઇ રહ્યા છે કેમ્પ
- ધંધુકા ધોલેરા વિસ્તારમાં 21 જાન્યુઆરીથી 15,588 લોકોને અપાઇ વેક્સિન
- APMC ચેરમેન સહદેવ સિંહ ગોહિલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
અમદાવાદ: ધંધુકા અને ધોલેરા તાલુકામાં કોરોના સંક્રમિતોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે લોકજાગૃતિ અંતર્ગત ધંધુકા નગરમાં પોલીસ સ્ટાફ તથા વેપારીઓ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધંધુકા નગરમાં આવતા લોકોને માસ્ક ફરજિયાત પહેરવા પોલીસ તંત્ર તેમજ વેપારીઓ દ્વારા આહવાન કરવામાં આવી રહ્યું છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે, છતાં લોકોમાં બેદરકારી જોવા મળતી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ તંત્રને જોઈ લોકો માસ્ક પહેરી લે છે ત્યારબાદ માસ્ક કાઢી નાખે છે, ત્યારે લોકોએ પોતે જ સમજવું જોઈએ કે માસ્ક પહેરવું એ આપણી સલામતી છે અને આપણા પરિવારની સલામતી છે.
આ પણ વાંચો:આમ આદમી પાર્ટીની દંડને બદલે માસ્કનું વિતરણ કરવા માગ
APMC ચેરમેન દ્વારા ખેડૂતોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
APMC ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં પણ વેક્સિન લેવા આવનાર લોકો માસ્ક વિનાના જોવા મળતા હતા. ત્યારે APMC ચેરમેન દ્વારા ખેડૂતોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ દીધો હતો. ત્યારબાદ લોક સંદેશ આપતા જણાવ્યું હતું કે, તમામ લોકોએ પોતે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ, પોતાની સલામતી માટે માસ્ક પહેરવું જોઈએ, સૌ કોઈએ કોરોના વેક્સિન લેવા આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું હતું.