અમદાવાદઃ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં અનુક્રમે અત્યારસુધીમાં 398 અને 384 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય દસ્ક્રોઈ તાલુકામાં 286 કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના કેસ હાલ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં 58 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
જિલ્લાના બાવળામાં પણ 184 કેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધુ છે. જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ કોરોના પોઝિટિવનો આંકડો વધી રહ્યો છે.
અમદાવાદ ગ્રામ્યમાં 1.40 લાખ જેટલા લોકોનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ વધુ વણસે નહીં તે માટે 87 હજાર ઘરનું સેનિટેાઇઝેશન કરવામાં આવ્યું છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંક 1650ને પાર
અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં સોમવારની સાંજ સુધીમાં નવા 14 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કુલ આંકડો 1664 થયો છે. જિલ્લાના બે તાલુકા ધોળકા અને સાણંદમાં કોરોના પોઝિટિવનો આંકડો 300ને પાર પહોંચ્યો છે.