અમદાવાદઃ ગુજરાતભરમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે અમદાવાદમાં પણ 77 જેટલા કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલિસના સહયોગથી કેટલાક વિસ્તારોને ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે. પરંતુ કોટ વિસ્તારમાં લોકોની અવરજવર બંધ ન થતી હોવાથી અને લાલદરવાજાની આસપાસના વિસ્તારમાં કેસો વધવાથી નહેરુ બ્રિજ તથા કાલુપુર શાક તથા ફ્રૂટ માર્કેટ આવતીકાલથી બંધ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો સર્ક્યુલર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા ફરતો કરવામાં આવ્યો છે.
જો લૉકડાઉનનો અને સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે હજી અમલ નહીં થાય તો કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જેના લીધે નહેરુ બ્રિજ અને કાલુપુર શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.