ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાનો કહેર : છેલ્લા 6 દિવસને લીધે હવેના 60 કલાક - કોરોના અપડેટ

લોકોએ તહેવારની ઉજવણી દરમિયાન દાખવેલી બેદરકારીને કારણે શહેર તથા રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જે કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 60 કલાક માટે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.

Ahmedabad Corona Update
Ahmedabad Corona Update
author img

By

Published : Nov 20, 2020, 2:03 AM IST

Updated : Nov 20, 2020, 7:04 AM IST

ન્યૂઝ ડેસ્ક : સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોને લઇને લોકો ઉત્સાહિત હતા અને કોરોનાને ભુલી તહેવારોની ઉજવણી કરવામાં મગ્ન હતા. જે દરમિયાન લોકો કોવિડ ગાઇડલાઇનને નેવે મૂકીને બેદરકાર બન્યા હતા. જે કારણે શહેરમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે અને શહેરમાં દરરોજ 200થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા 60 કલાક માટે કરફ્યુ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, શહેરમાં દુધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે.

અમદાવાદમાં 60 કલાકથી વધુ કરફ્યૂ

અમદાવાદની મહત્વની જવાબદારી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. જ્યારે ગુરૂવારે રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી જાહેરાત કરી હતી કે, હવે 20 નવેમ્બર સવારે 9:00થી સોમવાર 23 નવેમ્બરના સવારના 6 કલાક સુધી સંપૂર્ણ અમદાવાદમાં કરફ્યૂ રહેશે. એટલે કે અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ રહેશે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 6 દિવસ(14-19 નવેમ્બર) સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ

  • 14 નવેમ્બર - 198 કેસ
  • 15 નવેમ્બર - 202 કેસ
  • 16 નવેમ્બર - 210 કેસ
  • 17 નવેમ્બર - 218 કેસ
  • 18 નવેમ્બર - 207 કેસ
  • 19 નવેમ્બર - 230 કેસ
  • કુલ 6 દિવસમાં 1265 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 6 દિવસ(14-19 નવેમ્બર) સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ

  • 14 નવેમ્બર - 1124 કેસ + 6 મૃત્યુ
  • 15 નવેમ્બર - 1070 કેસ + 6 મૃત્યુ
  • 16 નવેમ્બર - 926 કેસ + 5 મૃત્યુ
  • 17 નવેમ્બર - 1125 કેસ + 7 મૃત્યુ
  • 18 નવેમ્બર - 1281 કેસ + 8 મૃત્યુ
  • 19 નવેમ્બર - 1340 કેસ + 7 મૃત્યુ
  • કુલ 6 દિવસમાં 6866 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં 8થી 13 નવેમ્બરમાં સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ

  • 13 નવેમ્બર - 190 કેસ
  • 12 નવેમ્બર - 181 કેસ
  • 11 નવેમ્બર - 186 કેસ
  • 10 નવેમ્બર - 166 કેસ
  • 9 નવેમ્બર - 169 કેસ
  • 8 નવેમ્બર - 165 કેસ
  • કુલ 6 દિવસ દરમિયાન 1057 કેસ નોંધાયા

રાજ્યમાં 8થી 13 નવેમ્બર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ

  • 13 નવેમ્બર - 1152 કેસ + 6 મૃત્યુ
  • 12 નવેમ્બર - 1020 કેસ + 6 મૃત્યુ
  • 11 નવેમ્બર - 1125 કેસ + 6 મૃત્યુ
  • 10 નવેમ્બર - 1049 કેસ + 5 મૃત્યુ
  • 9 નવેમ્બર - 971 કેસ + 5 મૃત્યુ
  • 8 નવેમ્બર - 1020 કેસ + 7 મૃત્યુ
  • કુલ 6 દિવસ દરમિયાન 6337 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ રાજ્યમાં સરેરાશ 88 કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 34 કેસનો વધારો થયો છે.

Last Updated : Nov 20, 2020, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.