અમદાવાદ: ચીનમાં કોરોના ફરી એકવાર હાહાકાર મચાવી દીધો (Corona gujarat update) છે. તારે દેશની અંદર પણ કોના નવા વેરિએન્ટ BF7 આ લક્ષણો ધરાવતા દર્દીઓ પણ જોવા મળી (Omicron Variant BF7) રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ભીડભાળા વિસ્તારમાંથી દૂર રહેવાની સૂચના અને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil hospital of ahmedabad) કોવિડનો અલાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો (56 bed Covid ward has started in Sola Civil) છે.
આ પણ વાંચો કોરોનાની રસી માટે હવે ઈન્જેક્શન નહીં લેવું પડે, નોઝલ વેક્સિનને મળી મંજૂરી
સોલા સિવિલમાં કોવિડ વોર્ડ શરૂ: રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના BF7 શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસ સામે આવતા અમદાવાદ શહેરમાં આવેલી સરકારી સોલા સિવિલ હોસ્પિટલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો (56 bed Covid ward has started in Sola Civil) છે. જેમાં વેન્ટિલેટરથી લઈને ઓક્સિજનની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી (56 bed Covid ward has started in Sola Civil) છે.
હોસ્પિટલમાં માસ્ક વગર એન્ટ્રી નહીં: શહેરમાં શંકાસ્પદ કેસ સામે આવતા સોલા સિવિલની અંદર આવતા તમામ દર્દીઓને માસ્ક વગર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જ્યારે છેલ્લા સાત દિવસમાં ઓપીડી વોર્ડની અંદર માત્ર 20 જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવાર બપોર સુધીમાં 10 જેટલા લોકો સામેથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાને લગતી તમામ દવાઓ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક પણ જોવા મળી રહ્યો છે.
માસ્ક પહેરવા અપીલ: કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકોને માસ્ક પહેરવું જોઈએ. સાથે ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું બને તેટલુ ટાળવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં હાલમાં 8 કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે જેમાંથી બે દર્દીને દાખલ કરવામાં આવ્યા છે પરંતુ બંને દર્દીની સ્થિતિ હાલ સ્થિર છે અમદાવાદ કોર્પોરેશનમાં ઓક્સિજન, દવાઓ અને વેક્સિનની પૂર્તિ માત્રા પણ ઉપલબ્ધ છે.
સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેસ એક્ટિવ: અમદાવાદ કોર્પોરેશનના ઝોન વાઈઝ કોરોના કેસની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં 2 ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, પૂર્વ ઝોનમાં 1 અને દક્ષિણમાં 1 કોરોના એક્ટિવ કેસ છે.