અમદાવાદ કોરોના મહામારીએ માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે અસર અમદાવાદ શહેરમાં જોવા મળી હતી. પરંતુ હાલમાં કોરોનાની સ્થિતિ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ 8 કેસ એક્ટિવ (Corona Cases Update in Ahmedabad Today ) જોવા મળી રહ્યા છે. જેમાંથી 2 દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે. અમદાવાદ શહેરમાં મોટાભાગના લોકોને કોરોના વેકસીનનેશન (Corona Vaccination Dose ) પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોરોના કેસ અપડેટ અમદાવાદમાં હોસ્પિટલોમાં શું (Covid 19 Hospitals Arrangements ) સ્થિતિ છે તે જોઇએ.
આ પણ વાંચો Corona gujarat update: સોલા સિવિલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ થયો શરૂ
અમદાવાદ શહેરમાં કુલ 1,16,06,199 વધુ વેકસીન ડોઝ આપવામાં આવ્યા નવા કોરોના વેરીએન્ટ BF7 (Variant BF 7 ) લઈ સરકારનું તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ કોરોના અત્યાર સુધીમાં 3,94,292 કેસો નોંધાયા છે.જેમાં 3,90,712ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. પરંતુ હાલમાં કુલ 8 કોવિડના કેસ એક્ટિવ (Corona Cases Update in Ahmedabad Today )જોવા મળી રહ્યા છે.જેમાં 2 દર્દી હોસ્પિટલમાં દાખલ તેમજ 6 દર્દી ઘરે જ આઇસોલેટ છે. અત્યાર સુધીમા અમદાવાદ શહેરમાં કુલ 1,16,06,199 વધુ વેકસીન ડોઝ (Corona Vaccination Dose )આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો કોરોના એલર્ટ : 27 ડિસેમ્બરે દેશભરમાં યોજાશે મોકડ્રીલ
8 કેસ જ એક્ટિવ પહેલી અને બીજી લહેરમાં ગુજરાતમાં સૌથી વધુ અસર અમદાવાદ જોવા મળી હતી. માર્ચ 2020 અત્યાર સુધી કોરોના કેસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 3,94,292 કેસ નોંધાયા હતા. જેમાંથી 3,90,712 દર્દીને કોરોનાથી મુક્ત થયા હતાં.જ્યારે 3572 દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. પરંતુ રાહતની વાત એ છે કે હાલમાં માત્ર 8 કેસ જ એક્ટિવ (Corona Cases Update in Ahmedabad Today )જોવા મળી રહ્યા છે.
છેલ્લા 5 દિવસમાં 1718 RTPCR ટેસ્ટ થયા અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસની વાત કરવામા આવે તો 17 ડિસેમ્બર 345,18 ડિસેમ્બરે 337, 19 ડિસેમ્બરે 185, 20 ડિસેમ્બરે 414 અને 21 ડિસેમ્બરે 437 એમ કુલ 1718 RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 6 કોરોના કેસ પોઝીટિવ આવ્યા છે. જેમાંથી 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર (Covid 19 Hospitals Arrangements )લઈ રહ્યા છે અને તેમની તબિયત પણ સ્થિર જોવા મળી રહી છે.
1 કરોડ ડોઝ આપવામાં આવ્યા અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 1,16,06,199 વેકસીનમાં ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં પ્રથમ ડોઝની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના અંદાજિત 51,59,262 જેટલા કોરોના વેકસીન ડોઝ લીધા છે.જ્યારે 15 થી 18 વર્ષથી 2,37,399, જ્યારે 12 થી 14 વર્ષના 1,49,269 વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે.બીજા ડોઝની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના 47,16,188 લોકોએ,15 થી18 વર્ષના 1,96,405 લોકોએ અને 12 થી 14 વર્ષના 1,16,324 કોરોના વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ વાત કરવામાં આવેતો 18 વર્ષથી ઉપરના અંદાજિત 10,41,324 જેટલા પ્રિકોશન ડોઝ (Corona Vaccination Dose )આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં કુલ 7446 બેડ ખાલી અમદાવાદમાં એક્ટિવ કેસ અને બેડ ઉપલબ્ધતા જોઇએ. અમદાવાદ શહેરની હદમાં કુલ 80 કોવિડ હોસ્પિટલ હતી. જેમાં પ્રાઇવેટ 68 હોસ્પિટલ, સરકારી 9 હોસ્પિટલ, સીસીસી હોસ્પિટલ 3 એમ કુલ 80 હોસ્પિટલ કોવિડ હતી. જેમાંથી માત્ર 1 જ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના વૉર્ડ ચાલુ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કુલ 776 વૉર્ડ હતા.જેમાં HDUમાં 1257 બેડ, ICUમાં 547 અને વેન્ટિલેટર 254 અમે કુલ 2835 બેડ જ્યારે સરકારી હોસ્પિટલમાં 522 વૉર્ડ હતા જેમાં HDU 2881 બેડ,ICU 135 અને વેન્ટિલેટરવાળા 921 અમે કુલ 4460 બેડ જ્યારે અન્ય હોસ્પિટલ કે કેન્દ્રો વાત કરવામાં આવે તો 151 બેડ તૈયાર કરવામા આવ્યા હતા.જેમાં 151 બેડ ખાલી છે.આમ કુલ 7446 બેડ હાલની સ્થિતિએ ખાલી (Covid 19 Hospitals Arrangements )જોવા મળી રહ્યા છે.