- ગુજરાતમાં કોરોના કેસમાં વધારો
- રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં
- અમદાવાદ સિવિલ અને સોલા સિવિલ તંત્રનું મેડિકલ વિભાગ સક્રિય
અમદાવાદઃદિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરીથી એક વખત કોરોના કેસ વધતા આરોગ્ય તંત્ર (Department of Health )હરકતમાં આવ્યું છે. શહેરોમાં કોરોનાએ(Corona's case) મારેલા ફૂંફાડાથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ ઊંઘતા ઝડપાયા છે. એક પ્રકારે તંત્રે પણ કોરોનાના સંભવિત સંક્રમણના જોખમ સામે જાણ્યે-અજાણ્યે આંખ મીંચી દીધી હતી. પરિણામે હવે તંત્રમાં અંદરખાને ગભરાટ પ્રસરી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ તો અમદાવાદમાં જ જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ વધતા (Corona transition in Ahmedabad)શહેરની સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું છે.
કોરોનાનો નવો વોર્ડ ઊભો કરવામાં આવ્યા
કોરોના વધતા કેસને ધ્યાને લઈને સોલા અને અસારવા સિવિલમાં (Asarva Civil)ફરીથી કોરોનાનો નવો વોર્ડ(Corona's new ward) ઊભો કરવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલનો છઠ્ઠો માળ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે. તો બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડ ફાળવવામાં આવ્યો છે. હાલ કોરોના વોર્ડમાં 50 ઓક્સિજન બેડ, 10 આઈસીયુ બેડ અને 20 પીડિયાટ્રિક બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત જરૂર પડે ત્યારે બેડ વધારવાનું પણ સિવિલ તંત્રનું ખાસ આયોજન છે.
લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ન પાળ્યું, માસ્ક પહેરવાનું પણ ટાળ્યું
કોરોનાને ભૂલી ગયા હોય તે રીતે તહેવારોમાં અમદાવાદમાં ઠેર-ઠેર ભારે ભીડ જોવા મળી હતી.અમદાવાદીઓ એટલા બધા ઉત્સવઘેલા થયા હતા કે માસ્કને તિલાંજલિ આપી દીધી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડીને લોકો એકબીજાને છૂટથી મળતા હતા. હાથને સેનિટાઈઝ કરવાની જરૂર તે વાત તો જાણે સદંતર અભરાઈએ ચઢાવી દેવાઈ હતી, જ્યારે મ્યુનિપલ સત્તાવાળાઓ પણ વેક્સિનેશનથી કોરોના સામે જીત મેળવી લઈશું તે રીતે વર્તતા હતા અને એટલે તાજેતરમાં તંત્ર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
રાજ્યમાં તમામ નાગરિકોને સાવચેત રહેવા અપીલ - ડૉ. રાકેશ જોષી
રાજ્યમાં કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ સાથે બેઠક કરી રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેને લઈને અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડૉ. રાકેશ જોષી (Dr. Rakesh Joshi)સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે હાલ રાજ્યની પરિસ્થિતિ ચિંતાજનક નથી પરંતુ આંકડા ચોક્કસ વધી રહ્યા છે.આવતા અઠવાડિયા સુધીમાં કડવી વાસ્તવિક સ્થિતિ ખબર પડી જશે, કોરોનાના મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ હોવાથી સિવિલમાં દર્દીઓ ઓછા છે. જોકે સરકારના આરોગ્ય વિભાગે વધતા કેસોને લઈને તમામ જગ્યાએ ડોમ અને ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. હાલ સિવિલ તંત્ર પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ તૈયાર છે.પરંતુ કોરોના ફરી વધે નહિ તેવી ભગવાનને પ્રાર્થના છે અને લોકોને સાવચેતી રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર
આ પણ વાંચોઃ EXCLUSIVE: અમદાવાદની નવી RTOનો પ્રથમ લુક જૂઓ Etv Bharat પર...