ETV Bharat / state

ગુજરાતમાં અનલૉક દરમિયાન કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો, દર કલાકે એક મોત...આવું કેમ? - positive cases

દેશમાં અર્થતંત્રને પાટા પર લાવવા માટે 30 મે બાદ ગુજરાતમાં માઈક્રો કેન્ટેનમેન્ટ ઝોન છોડીને મોટાભાગના વિસ્તારોને અનલૉક કરાયા છે, ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં 30 મે થી 4 જૂન સુધીના 6 દિવસના સમયગાળામાં ગુજરાતમાં દરરોજ 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. 4 જૂનના રોજ સૌથી વધુ 492 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. લૉક ડાઉન ખૂલ્યું ત્યાર પછી ગુજરાતને અનલોક કરાયું, અને કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે, અને દર કલાકે એક મોત થઈ રહ્યું છે, કેમ આમ? ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી ટેસ્ટિંગ વધાર્યા, જેને કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવી રહ્યા છે.

કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો, દર કલાકે એક મોત

author img

By

Published : Jun 5, 2020, 7:25 PM IST

Updated : Jun 5, 2020, 9:06 PM IST

અમદાવાદ : ટેસ્ટિંગ તો પહેલેથી જ વધારવાની જરૂર હતી. અને ખાનગી હોસ્પિટલનો ટેસ્ટિંગની પરવાનગી આપવા જેવી હતી, જેટલા ટેસ્ટિંગ વધારે થશે, તેમ કોરોના પોઝિટિવ કેસની ખબર પડશે, તો તે કોરોનાગ્રસ્ત દર્દીને યોગ્ય સારવાર માટે ખસેડાય અને તે નવો ચેપ ન ફેલાવે. પણ કોણજાણે સરકારે ટેસ્ટિંગ પ્રત્યે ઉદાસીનતા દાખવી, અને ગુજરાત હાઈકોર્ટની ફટકાર પછી ખાનગી હોસ્પિટલ અને ખાનગી લેબને ટેસ્ટિંગની મંજૂરી આપી છે. આમ હવે ટેસ્ટિંગ વધ્યા છે, જેને કારણે હવે ગુજરાતમાં વાયરસની ચેઈન તોડવામાં સફળતા મળશે, અને ગુજરાત ઝડપથી કોરોના મુક્ત થશે.

લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદ અનલૉક-1 અને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં લૉક ડાઉનને મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે. 1 જૂનથી 4 જૂન સુધીમાં રાજ્યમાં કોરોના 1815 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી1174 કેસ અમદાવાદમાં નોંધાયા છે. પાછલા ચાર દિવસમાં ગુજરાતમાં કોરોનાથી 117 દર્દીઓના મોત નીપજ્યાં છે. નોંધનીય છે કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે સરકાર દ્વારા અનલૉક-1 ની જાહેરાત કરવામાં આવી છે. જોકે કોરોના નિયંત્રણ માટે જે ફ્લેટનિંગ ઓફ કવની વાત કરવામાં આવે છે એ ગુજરાતમાં જોવા મળ્યું નથી.

ગુજરાત અનલૉકમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો, દર કલાકે એક મોત...આવું કેમ?

19 મેના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સત્તાધીશો દ્વારા અમદાવાદના નદીની પશ્ચિમ દિશા તરફ આવેલા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એક્કી-બેક્કી ફોર્મ્યુલા પ્રમાણે કેટલીક દુકાનોને છૂટછાટ આપવામાં આવી હતી. આ નિર્ણયને એકાદ - બે દિવસમાં પૂર્વ વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તારને બાદ કરતાં તમામ વિસ્તારોમાં એકમો ખોલવાનો નિણર્ય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે 19મેથી 04 જૂન સુધીના 17 દિવસના સમયગાળામાં અમદાવાદમાં 21 મેના દિવસને બાદ કરતાં દરરોજ250થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં 19 મે બાદથી 04 જૂન સુધીમાં દરરોજ350થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ17 દિવસના સમયગાળામાં 7 દિવસ તો કોરોનાનો આંકડો 400ને પણ આંબી ગયો હતો. 4 જૂનના રોજ સૌથી વધુ રાજ્યમાં 492 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં 17 દિવસના સમયગાળામાં કોરોનાથી 460 દર્દીઓના મોત નીપજ્યાં છે.

કોરોનાનું ચેકએપ કરતા ડોક્ટર સાથે દર્દી
કોરોનાનું ચેકએપ કરતા ડોક્ટર સાથે દર્દી
ફ્લેટનિંગ ઓફ કવ વગર જારી કરાયેલા અનલૉક-1 ને લીધે કોરોના સંક્રમણના આંકડા વધી રહ્યા છે. 19 મેથી 4 જૂન સુધીના સમયગાળામાં ગુજરાતમાં કોરોના કુલ6,863 કેસ નોંધાયા છે. જે પૈકી 4,671 કેસઅમદાવાદમાં નોંધાયા છે. સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ ઓછા કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ વિપક્ષીય દળ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોકે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય સચિવે ખાતરી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં એગ્રેસીવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકારે કોઈ આંકડાકીય માહિતી છુપાવવી નથી. કોરોનાના વધતા કેસને લીધે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં બેદરકારી થતી હોવાના ઢગલાબંધ કિસ્સા બહાર આવ્યા છે. તેની સાથે સરકારે કેટલીક ખાનગી હોસ્પિટલને પણ કોવિડ-19 કેર યુનિટ જાહેર કર્યા છે. પણ ખાનગરી હોસ્પિટલોએ માનવતાને નેવે મુકી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે તમામ ખાનગી હોસ્પિટલને પોતાની નૈતિક ફરજ અદા કરવા ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે કબુલ્યું કે 42 ખાનગી હોસ્પિટલ 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવશે. હાઈકોર્ટે તમામ ખાનગી હોસ્પિટલને કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા ચાર્જિસમાંથી 10 ટકા ઓછી રકમ દર્દીઓ પાસેથી વસુલવાનો આદેશ કર્યો હતો.
કોરોનાનું ચેકઅપ કરતા ડોક્ટર
કોરોનાનું ચેકઅપ કરતા ડોક્ટર

હાઈકોર્ટે ટેસ્ટિંગ મુદ્દે ખાનગી લેબરોરેટરી અને હોસ્પિટલને કોરોના ટેસ્ટિંગ માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી તેવો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોના રિપોર્ટનો પરિણામ વહેલી તકે આપી દેવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એગ્રેસીવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે અને પરિણામે અમદાવાદ અને રાજ્યમાં આગામી દિવસોમાં કેસની સંખ્યા હજી વધુ વધશે.

આ મુદ્દે વાતચીત કરતા વિશ્લેષક અનિલ ત્રિવેદીએ ETV Bharat ને જણાવ્યું હતું કે શરૂઆતમાં કોરોના વાયરસ નિયંત્રણ હેઠળ હતો, પરંતુ હવે દિવસે ને દિવસે તેના કેસ વધી રહ્યા છે. સરકાર દ્વારા લૉક ડાઉનમાં રાહત આપ્યા બાદ કેસમાં થોડો વધારો નોંધાયો છે. લૉકડાઉન 4.0ના આખરી દિવસ એટલે કે 30 એપ્રિલના દિવસથી ગુજરાતમાં દરરોજ400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ ધરખમ વધતાં, એક વાતની સાબિતી આપે છે કે લોકો સાવચેતી રાખતા નથી. વડાપ્રધાન મોદીએ અર્થતંત્રને પાટા પર લાવવા માટે અનલૉક-1ની જાહેરાત કરી છે, જોકે લોકો સાવચેતી રાખતા નથી અને પરિણામે કેસ વધી રહ્યા છે. ઈ ટીવી ભારત સૌને અપીલ કરે છે કે કોરોના હજી ગયો નથી, આપણે કોરોના સાથે જીવવાનું છે, પણ આપણે ચોક્કસપણે સાવધાની રાખીશું, તો કોરોના સામેના જંગમાં આપણો વિજય થશે.

અમદાવાદથી આકીબ છીપાનો વિશેષ અહેવાલ

Last Updated : Jun 5, 2020, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.