- અમિત ચાવડાઃ સત્તાધારી પક્ષ સરકારી ગાઇડ લાઇનનો દુરુપયોગ કરે છે
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસને લઇને આકરા પ્રહારો કર્યા
- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ, સરકાર સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના જીવન સામે રમત રમી રહી છે
અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસને લઇને આકરા પ્રહારો અને કટાક્ષ કર્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સત્તાધારી ભાજપ પક્ષ પ્રવાસો કરી શકે છે મોટી મોટી રેલીઓ કરી શકે છે ગરબા પણ રમી શકે છે.
જ્યારે સામાન્ય નાગરિકો સામે ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. પરંતુ સત્તાધારી પક્ષ જ્યારે આ બધી જ વસ્તુ કરતી હોય છે ત્યારે સરકારી ગાઇડ લાઇનનો દુરુપયોગ કરે છે. તેમ છતાં તેમની સામે કોઇ પણ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
જોકે, એક તરફ જી અને નીટની પરીક્ષા લેવાની સરકાર જીદ લઇને બેઠી છે, ત્યારે એક બાબત ચોક્કસ સ્પષ્ટ થઈ રહી છે કે, સરકાર સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના જીવન સામે રમત રમી રહી છે તેવો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ છે.