આ અંગે ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે રજૂઆત કરવા કોંગ્રેસ મહિલા મોરચો પહોંચ્યો હતો.
ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા જયારે એક મહિલા પાણી માટે રજૂઆત કરવા ગઈ ત્યારનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બલરામ થાવાણી રજૂઆત કરવા ગયેલી મહિલાને ગડદા પાટા મારતા જોવા મળ્યા હતા. જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને ઠેર-ઠેર ધારાસભ્ય બલરામ થાવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
આ ઘટના બાદ ભાજપએ પણ આ ઘટનાને વખોડી હતી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પણ થાવાણીને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. આ સાથે જ તેમની પાીસેથી ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યું હતું. હજુ સુધી ધારાસભ્ય વિરૂદ્ધ કોઈ પગલા ન લેવાતા કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ખાનપુર કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યું હતું. તો મહિલાઓ દ્વારા થાવાણીનું રાજીનામાની માંગ સાથે બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલાઓ પહોંચી હતી. પરતું પહેલાથી જ પોલીસનો કાફલો ખાનપુર કાર્યાલય ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો જેથી આ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરી શક્યો.