અમદાવાદ : રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે 15 ધારાસભ્યને ઉદેપુર ખાતે લઈ જવાયા હતા. આ ધારાસભ્યો સાંજે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળ્યા હતા. જેને લઈ કોંગ્રેસનાં 15 ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ આ તમામ ધારાસભ્યો જયપુર ખાતે પહોંચ્યાં હતાં. આ તકે તમામ ધારાસભ્યોને પોલીસ પ્રોટેક્શન સાથે સ્વાગત કર્યુ હતું. આ તમામ ધારાસભ્યોના સ્વાગતમાં રાજસ્થાન વિધાનસભાના મુખ્ય વ્હીપ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ફક્ત 2 જ ઉમેદવાર જીતી શકે તેમ છે. તેવામાં નરહરિ અમીનને પણ ચૂંટણી જંગમાં ઉતારતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર ભરોસો રહ્યો નથી અને નરહરિ અમીન પાટીદાર ચહેરો ઉપરાંત કોંગ્રેસમાં પણ અનેક લોકો તેમનાં સંપર્કમાં હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે. તેવામાં નરહરિ અમીન પોતાના પાટીદાર ધારાસભ્યોને તોડે નહીં તે માટે મધ્ય અને ઉત્તર ગુજરાતનાં ધારાસભ્યોને ઉદયપુરમાં તો અન્યોને જયપુરમાં શિફ્ટ કરવામાં આવશે. એટલે તેનો મતલબ એમ કે, કોંગ્રેસનાં આ બે ગ્રૃપનાં ધારાસભ્યો વચ્ચે પણ કોઈ સંપર્ક નહીં થાય અને તેને કારણે તૂટવાની શક્યતા ઓછી રહે.
જો.કે કોંગ્રેસ માટે એક અત્યંત ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં એક ધારાસભ્ય હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ધારીના કોંગ્રેસનાં ધારાસભ્ય જે.વી.કાકડીયાનો સંપર્ક ન થતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેઓનો સંપર્ક સાધવા માટે કોંગ્રેસે તમામ પ્રયાસો હાથ કરી દીધા છે. પણ તેમ છતાં તેઓની માહિતી મળી રહી નથી. તો બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે અને જો આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ જશે તો પરેશ ધાનાણીના ગઢમાં જ ગાબડું પડશે અને તે પરેશ ધાનાણી માટે સૌથી શર્મનાક વાત કહેવાય.