રાજ્યમાં ડિસેમ્બર માસમાં માત્ર 2 શહેરમાં નવજાત બાળકોનો મૃત્યુ આંક 200ને પાર પહોંચ્યો છે, ત્યારે આ મામલે આરોગ્ય વિભાગ પર સવાલ કરતા કોંગ્રેસે પ્રહાર કર્યા છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ આરોગ્ય વિભાગ સામે સવાલ ઉભા કર્યા હતા. તેમણે પત્રકાર પરિષદ કરતાં જણાવ્યું કે, સરકારના આરોગ્ય વિભાગને મળતું 11,000 કરોડનું બજેટ ઉત્સવો અને મહોત્સવોમાં ખર્ચ કરતા આરોગ્ય માટે ઉપયોગમાં લેવું જોઇએ. રાજ્ય સરકારે ખાનગીકરણ બંધ કરીને રાજ્યના નવજાત બાળકો અંગે વિચારણા કરવી જોઈએ તેવું વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.