અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં એક પછી એક સંમેલન (Statement of Bharatsinh Solanki)કરી રહ્યા છે. ત્યારે ધોળકામાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે ભરતસિંહ સોલંકીનું સૌથી વિવાદિત નિવેદન ચર્ચામાં આવ્યું છેે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું છે કે લોકોએ કુમકુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશિલાઓ અયોધ્યા મોકલી હતી. ત્યાં તો કૂતરાઓ પેશાબ કરતા હતાં.
વિવાદિત નિવેદન આપતા ખળભળાટ -અમદાવાદના ધોળકામાં કોંગ્રેસનું સંમેલન( Gujarat Congress)યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતાં. પરંતુ આ તમામ વાતો વચ્ચે ભરતસિંહ સોલંકીની આ પ્રકારની વાતને તેમની જીભ લપસી ગઇ હોય તે રીતે સૌથી વિવાદિત નિવેદનબની રહ્યું છે. તેમણે કહ્યું કે ભાજપે રામના નામે છેતરી લોકોને કાઢ્યા છે.
આ પણ વાંચોઃ Hardik Patel Retaliate : રામ મંદિર અંગેના કોંગ્રેસ નેતાના નિવેદન પર ભડક્યાં
નિવેદન બાદ ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો - ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નજીક છે ત્યારે રામ મંદિર મુદ્દે આવું વિવાદિત નિવેદન કર્યું છે. તેમના નિવેદન બાદ ગુજરાત ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ભરતસિંહના નિવેદનની ટીકા કરી છે. ભાજપે કહ્યું કે તેઓ વિરોધ પક્ષ તરીકે ભાજપનો વિરોધ કરે તે યોગ્ય છે, પરંતુ આજે તેમણે હલકાઈની હદ વટાવી છે.
હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી આક્રોશ રજૂ કર્યો - ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આપેલા વિવાદીત (Statement of Bharatsinh Solanki)નિવેદન અંગે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને પોતાનો આક્રોશ રજૂ કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કર્યું કે કોંગ્રેસને જનતાની ભાવનાથી કોઇ લેવા દેવા નથી તેવું મેં પહેલા પણ કહ્યું છે. તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરુર નથી? મંગળવારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન(Hardik Patel Remark on Congress Leader) આપ્યું હતું કે રામ મંદિરની ઇંટો પર કૂતરા પેશાબ કરે છે. આ નિવેદન બાદ થોડા કલાકોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે અને તેમણે ભરતસિંહના નિવેદન અંગે આક્રોશ પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચોઃ રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિ્વાદનો મધપૂડો છેડાયો
હાર્દિક પટેલે કોંગ્રેસને આડે હાથે લીધી- હાર્દિક પટેલે કોંગ્રેસ છોડયા બાદ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા અને પોતાના કોંગ્રેસના 3 વર્ષ નિષ્ફળ ગયા હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડયું તે પહેલાં ત્રણ મહિનાથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે નારાજ ચાલી રહ્યા હતા અને અવાર નવાર પોતાનો બળાપો વ્યકત કરતા હતા. કોંગ્રેસ છોડયા બાદ ફરી એક વાર હાર્દિક પટેલે કોંગ્રેસને આડે હાથે લીધી છે અને રામ મંદિર બાબતના ભરતસિંહ સોલંકીના વિવાદીત નિવેદન બાદ પણ તેમણે ટ્વિટ કર્યું છે.