ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને મળવા ગયેલું કોંગ્રેસનું ડેલીગેશન એક કલાક રાહ જોઈ પરત ફર્યું - વિપક્ષ નેતા પરેશ ધાનાણી

કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણને લઈને દર્દીઓની થઈ રહેલી સારવાર અને અન્ય માહિતી મેળવવા તથા મદદ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ડેલીગેશન સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડેન્ટ અને ડોકટરોને મળવા પહોંચ્યા હતા. પરંતુ 1 કલાક જેટલો સમય રાહ જોયા છતાં કોઈ ડોકટર મળવા ન આવતા ડેલીગેશન પરત ફર્યું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને મળવા ગયેલા કોંગ્રેસનું ડેલીગેશન એક કલાક રાહ જોઈ પરત ફર્યુ

author img

By

Published : May 26, 2020, 2:21 PM IST

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, ઇમરાન ખેડવાલા, હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. આ તમામ નેતાઓનું ડેલીગેશન સિવિલ હોસ્પિટલમાં ડૉ. પ્રભાકર, ડો.જે.પી.મોદી અને અન્ય ડોકટરોને મળવા તથા 1,200 બેડની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફને પ્રોત્સાહન આપવા પહોંચ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને મળવા ગયેલા કોંગ્રેસનું ડેલીગેશન એક કલાક રાહ જોઈ પરત ફર્યુ
અંદાજે 1 કલાક જેટલો સમય રાહ જોયા છતાં ડેલીગેશનને મળવા કોઈ ડોકટર ન આવતા ડેલીગેશન પરત ફર્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા જ ડોકટરે આપેલા સમય પર તેઓ મળવા આવ્યા હતા. છતાં એક પણ જવાબદાર ડોકટર તેમને મળ્યા નથી. આરોગ્ય પ્રધાન નીતિન પટેલના ઈશારે ડોકટર કામ કરી રહ્યા છે. અને કોંગ્રેસનું ડેલીગેશન આવતા ડોકટર ગાંધીનગર જતા રહ્યા છે.વધુમાં ચાવડાએ જણાવ્યું હતું કે, તેમને અન્ય ડોકટર સાથે વાત કરી જાણવા મળ્યું કે, ધમણ-1 વેન્ટીલેટર એ વેન્ટિલેટર ન કહેવાય. સિવિલમાં જુનિયર ડોકટર પર જ જવાબદારી નાખી દેવામાં આવી છે. ડેલીગેશન 1,200 બેડની કોવિડ હોસ્પિટલની બહાર આવેલા ડોમની મુલાકાત લીધી હતી. જ્યાં કોરોના વાયરસના દર્દીઓના સગાની મુલાકાત લીધી હતી. અને તેમને જરૂરિયાત અંગે નોંધ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.