ETV Bharat / state

બીજો તબક્કો સંપન્ન, 93 બેઠકના મતદાનમાં જોવા મળ્યો ગુજરાતના મતદારોનો પાવર - કરણ અદાણી અને પરિધી અદાણી

લોકશાહીનો મહાન અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માટે બીજા તબક્કાનું મતદાન (Second Phase Election 2022 )યોજાયું.જેમાં ગુજરાતની જનતાનો મતાધિકાર વાપરવાનો આઘલે અંદાજ ( Colors of Gujarat voter ) જોવા મળતો હતો. મતદાન મથકોમાં ખૂણે ખૂણેથી વિવિધ વર્ગના લોકો વિશિષ્ટ સ્થિતિપરિસ્થિતિમાં મત આપવા આવ્યાં હતાં. ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના મતદાન (North Gujarat Central Gujarat Voting )દરમિયાનની વિશેષ ક્ષણો આપના સુધી પહોંચાડીએ છીએ.

લોકશાહીના પર્વનો બીજો તબક્કો સંપન્ન, 93 બેઠકના મતદાનમાં જોવા મળ્યો ગુજરાતના મતદારોનો પાવર

author img

By

Published : Dec 5, 2022, 7:41 PM IST

Updated : Dec 5, 2022, 7:49 PM IST

અમદાવાદ ગુજરાત રાજ્યની આગામી સરકાર રચવા માટેના લોકશાહી પર્વ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં બીજા તબક્કાનું મતદાન (Second Phase Election 2022 ) આજે 5 ડીસેમ્બર 2022ના રોજ યોજાયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દ. ગુજરાતની કુલ 89 બેઠકો પરના મતદાનનો વોટર ટર્નઆઉટ 63 ટકા જેવો રહ્યો હતો. ત્યાં આજના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં આશરે 59 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે.

2.51 કરોડ નાગરિકો માટે મતદાનનો અવસર ત્યાં સુધી રાજ્યના મતદાર વર્ગોની વાત કરીએ તો પહેલીવારના મતદાતાઓ સહિત યુવા વર્ગ, મહિલાઓ, શતાયુ મતદારો, દર્દીઓ, દિવ્યાંગો, સાધુજનો, રાજવી પરિવાર સહિત 2.51 કરોડ લોકો મત આપવા મતદાનમથકે પહોંચી રહ્યાં હતાં. ( Colors of Gujarat voter ) ક્યાંક ઢોલનગારા વાગતાં જોવા મળ્યો તો ક્યાંક અન્યોને પ્રેરણા આપતાં દ્રશ્યો જોવા મળી રહ્યાં હતાં. 14 જિલ્લાના મતદાન ક્ષેત્રોમાંથી નેતાઓ અને મતદાતાઓ (Gujarat Assembly Election 2022 )વગેરેની તમામ જાણકારી ઈટીવી ભારત આપના સુધી પહોંચાડી રહ્યું છે.

દિવસ ચઢ્યો તેમ લોકો બહાર નીકળ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન (Second Phase Election 2022 )યોજાઇ રહ્યું છે.રાજ્યમાં 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. પહેલા તબક્કાની જેમ બીજા તબક્કા દરમિયાન પણ લગનગાળો રાજકીય પક્ષો માટે ચિંતાની લકીર ખેંચનારો સમય બન્યો છે. બપોરના ત્રણ કલાક સુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સરેરાશ 44.67 ટકા મતદાન નોંધાયું હતું. સવારે 8 કલાકે મતદાન શરુ થયાં બાદ લોકો ઘરબહાર નીકળવાની ગતિ ક્રમશ વધી હતી. છેલ્લાં દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આપના અરવિંદ કેજરીવાલનો આક્રમક પ્રચારનો દોર જોયાં પછી મતદારોમાં મતદાન જાગૃતિની અપેક્ષા ફળીભૂત થતી જોવા મળતી હતી. મોટાભાગના મતદાન મથકોમાં લાંબી લાઇનો (Gujarat Assembly Election 2022 )લાગેલી જોવા મળતી હતી.

મહાનગર અમદાવાદમાં મતદાનનો સિનારીયો અમદાવાદના મણિનગર અને ઘોડાસરમાં મહિલાઓ સાથે સૌ નાગરિકો ઢોલનગારા સાથે વાજતે ગાજતે જઈ ને સામૂહિક મતદાન કર્યું હતું. મણિનગર ગોરના કુવા માર્ગો પર શ્રીરંગ હાઈટસ અને વિજયપાર્કના નાગરિકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. ઢોલ નગારા સાથે નાચતા અને પુષ્પ વર્ષા સાથે મતદાન કરી લોકશાહીના અવસરને ઉજવ્યો હતો. રાણીપની ગાયત્રી વિદ્યાલયમાં પણ એક 80 વર્ષના વૃદ્ધ મહિલા પણ વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી મત આપું છું મારા પગ કામ કરતા નથી અને આંખે દેખાતું નથી. તેમ છતાં પણ હું મારો મત દર વખતે આપવા આવું છું. મત આપો એ આપણો અધિકાર છે જેથી દરેક વ્યક્તિએ મત આપવા આવું ખૂબ જ જરૂરી છે. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં 75 વર્ષના સુરેશભાઈ ઓક્સિજન બોટલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. બાયપાસ સર્જરી કરી હોવા છતાં પણ તેમને મતદાન કરવાનો અનોખો ઉત્સાહ દર્શાવતાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે આ લોકશાહીનું મહાપર્વ (Gujarat Assembly Election 2022 ) છે.

ચૂંટણી પંચના મતદારોને પ્રયત્નો આકર્ષવા પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) મતદાન માટે ઉત્સાહનું વાતાવરણ સર્જવાની કોશિશરુપે મહિલાઓ સંચાલિક સખી બુથ, આદર્શ બુથ, દિવ્યાંગ બુથ જેવી સગવડો ઊભી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં બીજા તબકકાના મતદાન દરમિયાન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. રાણીપની ગાયત્રી વિદ્યાલયની અંદર 6 જેટલા સખી બુથ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં EVM કામગીરીથી લઈને ચૂંટણીના અંતે સીલ કરવા સુધી તમામ કામગીરી મહિલાઓને સોંપવામાં આવી છે. મતદાન મથક પર ટેબલ ખુરશીથી લઇને ઇવીએમ સેટ કરવું તેવી દરેક પ્રકારનું મતગણતરી અને હિસાબ મહિલા અધિકારીને આપવાનો રહેતો હોય છે. અરવલ્લીમાં પ્રકૃતિ બુછ જોવા મળ્યું તો છોટા ઉદેપુરમાં સંખેડા તાલુકાના આનંદપુરા ગામે એક હેરિટેજ મતદાન મથક બનાવાયું હતું. જેનું સુશોભન સંખેડા વિશ્વવિખ્યાત સંખેડાના ફર્નિચરથી કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં અધિકારીઓ માટે ખાસ વ્યવસ્થા ગાંધીનગરમાં આઇએસ અધિકારીઓ માટે એક અલગથી બુદ્ધ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આજે વહેલી સવારે મતદાન શરૂ થયું ત્યારે જ રાજ્યના ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. પી ભારતીએ મતદાન કર્યા બાદ નાયબ મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ પણ મતદાન કર્યું હતું સાથે જ બંને અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકશાહીનું પર્વ (Gujarat Assembly Election 2022 )આજે ઉજવાઈ રહ્યું છે.

યુવા મતદારનો પ્રતિભાવ વડોદરા શહેર જિલ્લામાં કુલ 47,000 થી પણ વધુ યુવા મતદારો નોંધાયા છે. ત્યારે યુવા મતદાર રાજ શાહે જણાવ્યું કે હું શિક્ષણને લઈ મેડિકલ કોલેજની સીટોમાં વધારો થાય તેમજ હોસ્પિટલ સહિત આરોગ્યની સુવિધાઓમાં વધારો થાય તેવા મુદ્દાઓને ધ્યાનમાં લઇ આજે મેં મતદાન કર્યું છે. અરવલ્લી જિલ્લામાં બાયડ વિધાનસભા મતવિસ્તારમાં યુવા મતદારોને છોડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. પાટણના એક વેપારીએ મતદાન કરીને આવનાર વ્યક્તિને ભેટ સ્વરૂપે પેન આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરીને વેપારીની દુકાન અર્થે પોતાની ભેટ લેવા પહોંચ્યાં હતાં ત્યારે વેપારીએ પણ દરેક મતદાતાઓને ભેટ સ્વરૂપે એક પેન આપી હતી. પ્રથમ મતદાન કરવાના ઉત્સાહમાં 18 વર્ષીય નયના મુંબઈથી બનાસકાંઠાના બાદરગઢ મતદાન કરવા આવી હતી. પોતાનું પ્રથમ મતદાન કરીને નયનાએ જણાવ્યું હતું કે, તેઓ મતદાન (Gujarat Assembly Election 2022 )કરી ખૂબ ઉત્સાહિત છે.

પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું
પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

પીએમ મોદી સહિત નેતાઓ અભિનેતાઓ કલાકારોનું મતદાન પીએમ મોદી, અમિત શાહ, રાજ્ય અને કેન્દ્રમાં પ્રધાનો એવા વીવીઆઈપી મતદાતાઓ પણ મત આપતાં જોવા મળ્યાં છે. ત્યારે સૌપહેલાં મહત્ત્વની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપના નિશાન શિક્ષણ સંકુલમાં મત આપ્યો હતો. જે બાદ મોદી તેમના ભાઇ સોમાભાઈ મોદીને મળવા પહોચ્યા હતાં.સોમાભાઈએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાં આવ્યા ત્યારે બસ પરિવાર વિશે વાત કરી હતી અને દેશના વિકાસ માટે બને તેટલું મતદાન (Gujarat Assembly Election 2022 )કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

અમિત શાહનું મતદાન અમદાવાદ શહેરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નારણપુરા સબ ઝોનલમાં મતદાન કર્યું હતું. ત્યાર વાદ કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ એ માત્ર ગુજરાતનો વિકાસ નથી. પરંતુ ગુજરાતથી દેશનો વિકાસ થઈ રહ્યો છે એ પરંપરા આપણે જાળવી રાખવાની છે અને સૌ કોઈ મતદાન કરે એવી અપીલ કરી હતી.

સાંસદનું મતદાન રાજ્યસભા સાંસદ નરહરિ અમીને પરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યું હતું. મતદાન બાદ કહ્યું હતું કે ગુજરાતના બે પનોતા પુત્રને જોઈ ગુજરાત ચાલે છે ભાજપ સરકારે ગુજરાતની શકલ બદલવાનું કામ કર્યું છે 150 કરતા વધારે બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. 2024ની લોકસભાનો પાયો ગુજરાતની જીત સાથે નખાશે. બનાસકાંઠામાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયાએ ડીસામાં મતદાન કર્યું હતું.ખેડા જિલ્લાના નડીયાદ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ મતદાન કરવા માટે વિસનગર ખાતે આવેલ જવાહાર સ્કૂલ ખાતે સજોડે પત્ની સાથે પહોંચ્યાં હતાં.

વીવીઆઈપીઓનું મતદાન
વીવીઆઈપીઓનું મતદાન

ઉમેદવારોનું મતદાન સાવલી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે માતૃશ્રી અને પરિવારજનોના આશીર્વાદ મેળવી ભીમનાથ મહાદેવ મંદિરએ પૂજા અર્ચના દર્શન કરી પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું હતું.વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓને 8મી વાર ટિકિટ આપવામાં આવી છે. મતદાન બાદ યોગેશ પટેલે જણાવ્યું હતું કે આ વખતે હું એક લાખ મતની લીડથી જીતીશ. પૂર્વ અન્ન પુરવઠાપ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર તેમના વતન વક્તાપુર ગામમાં મતદાન કરતાં નજરે પડ્યાં હતાં.પાટણ ભાજપના ઉમેદવાર ડો. રાજુલ દેસાઈએ ડીસા ખાતે દાંતીવાડા કેનાલ કોલોનીમાં પોતાનું મતદાન કર્યું હતું. ડો.રાજુલેે 20,000 મતની લીડથી પોતાનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં મત આપ્યો હતો. કોંગ્રેસના પૂર્વપ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને બાલકૃષ્ણભાઈ પટેલે ( ઢોલારે) પોતાનું મતદાન કર્યું હતું. વધુમાં તેઓ જણાવ્યું હતું કે ડભોઇ વિધાનસભામાં ત્રિપાખીયા જંગ જામી રહ્યો છે. મોંઘવારીએ જ્યારે માજા મૂકી તેથી હાલની પ્રજા કંટાળી ગઈ છે અને પરિવર્તન જરૂરથી લાવશે.ચૂંટણી લડી રહેલા તમામ 833 ઉમેદવારો દ્વારા પોતાના મતદાન મથકમાં મતદાન કરવામાં આવ્યું હતું.

જાણીતી હસ્તીઓનું મતદાન લોકગાયક યોગેશ ગઢવીએ મતદાન કર્યું હતું. તેમણેા કહ્યું હતું કે હું છેલ્લા 30 વર્ષથી એલિસબ્રિજ વિધાનસભાનો રહેવાસી છું અને આજે મેં મતદાન કરીને પોતાના લોકશાહીના અવસર નિમિત્તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરું છું. જાણીતી મોડેલ એશ્રા પટેલે મતાધિકારનો ઉપયોગ કરતાં કાવિઠા પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો હતો. મુંબઈની મોડેલ અને કાવિઠાની વતની એશ્રા પટેલે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું સમર્થન આપ્યું હોવાનું જણાવ્યું હતું. વડોદરામાં પૂર્વ ક્રિકેટર ઈરફાન અને યુસુફ પઠાણે ફેમેલી સાથે મતદાન કર્યું હતું. વડોદરામાં પઠાણ બંધૂઓ, યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે પરિવાર સાથે વોટ આપ્યો હતો અને વોટિંગ બાદ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે કહ્યું કે વોટ આપવો આપણી જવાબદારી અને હક છે. મને આશા છે કે આગામી સમયમાં આપણો દેશ સુપરપાવર બની જશે કારણ કે આપણી પાસે વધારે યુવાધન હશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂ કરણ અદાણી અને પરિધી અદાણી પણ મતદાન કર્યું હતું. પરિધી અદાણી સગર્ભા હોવા છતાં મુમતપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન (Gujarat Assembly Election 2022 ) કર્યું હતું.

બીમારીના ખાટલેથી ઊઠી મત આપવા આવ્યાં દર્દીઓ વડોદરામાં માંજલપુરમાં હૃદયરોગના હુમલાની સારવાર લેતા વિજયભાઈએ જ્યારે મતદાન કર્યું હતું. વિજયભાઈ પવારને 4 દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતાં એન્જીયોપ્લાસ્ટી કરવી પડી હતી. અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા દાખવતાં વિજયભાઈ પવારને એમ્બ્યુલન્સમાં મતદાન મથકે અને વ્હીલચેરથી મત (Gujarat Assembly Election 2022 )આપવા પહોંચ્યાં હતાં. તે જોઈને ઉપસ્થિત તમામ મતદારો માટે મતદાન જાગૃતિનો આગવો સંદેશ પહોંચ્યો હતો. કેન્સરગ્રસ્ત ચંદ્રિકાબેન ખીસડીયા ગાંધીનગરના સેક્ટર 20 મતદાન મથક પર મત આપ્યો હતો. તેમને 69 વર્ષની ઉંમરે કેન્સર છે અને કીમો થેરાપી ચાલુ હોવા છતાં મતદાન માટે એવો ઉત્સાહ હતો. કીમોથેરાપી માટે જતાં પહેલા મતદાન કરવા આવવાની પતિ સામે રજૂઆત કરી અને મતદાન પછી પોતાની કીમોથેરાપી માટે ગયાં હતાં.

બીમારી કે વિકલાંગતા મતદાનના જોશની આડે ન આવી

શતાયુ મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના 100 વર્ષના છે. હીરાબા રાયસણ પ્રાથમિક શાળામાં મતદાન કરવા સવારે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે પહોંચ્યા હતાં. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી અને તેમનો પરિવાર હતાં. ગાડીમાં ફક્ત ચાર લોકો જ મતદાન કરવા માટે આવ્યા હતા જ્યારે હીરાબા ગાડીમાં આગળના ભાગે બેઠેલા જોવા મળ્યાં હતાં. બીજા તબક્કામાં 93 બેઠકો પર 5242 શતાયુ મતદાતાઓ નોંધાયા છે. સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં છે અને સૌથી ઓછા શતાયુ મતદાતાઓ (Gujarat Assembly Election 2022 )પાટણમાં છે.

દિવ્યાંગ મતદારોએ દર્શાવી મતદાન જાગૃતિ ચૂંટણી પંચે દિવ્યાંગો સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી સકે તેવી વ્યવસ્થાઓ ગોઠવી હતી જેનો મોટાપ્રમાણમાં લાભ લેેતાં મતદારો જોવા મળ્યાં હતાં. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં વિકલાંગ બહેને વ્હીલચેરમાં આવીને મતદાન કર્યું હતું. જે બાદ ખુશી વ્યકત કરી કે તેમણે લોકશાહીના અવસરને ઉજવ્યો છે. તેમજ તેમણે ગુજરાતની જનતાને મતદાન કરવાની અપીલ કરી હતી.વડોદરાના ડભોઇમાં દિવ્યાંગ અને અશક્ત મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મથક ઉભા કરવામાં આવ્યા છે જેમાં 70 વર્ષના કોકીલાબેને પોતે દિવ્યાંગ છતાં ચૂંટણી પંચ દ્વારા ઊભી કરાયેલી સુવિધાનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું છતાં પણ મતાધિકાર (Gujarat Assembly Election 2022 )મળ્યો છે તેનો લાભ લીધો છે.

PWD પોલીંગ સ્ટેશન પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર ચાર PWD પોલીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહીં દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લામા કુલ 10120 દિવ્યાંગો મતદારો છે. વિધાનસભા દીઠ દિવ્યાંગ મતદારોની સંખ્યા પર નજર કરીએ તો 16-રાધનપુરમાં 2237, 17-ચાણસ્મામાં 2976, 18-પાટણમાં 2465 અને 19-સિદ્ધપુરમાં 2442 દિવ્યાંગ મતદારો છે. દરેક મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો સવારથી જ મતદાન મથક પર જઈને મતદાન કરતાં જોવા મળ્યાં હતાં. નડિયાદના સાહસી દિવ્યાંગ અંકિત સોનીએ પગથી મતદાન કરી લોકશાહીના પર્વને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો હતો.

દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા અમદાવાદ જિલ્લાના 1,927 મતદાન કેન્દ્રો પર દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વળી દિવ્યાંગોને બુથ પર જરૂરી કાર્યવાહી ઉપરાંત EVM સુધી લઈ જવા માટે 1956 સહાયકોની નિયુક્તિ પણ કરવામાં આવી છે. દિવ્યાંગો મતદાન કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતાં મતદાનમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદના ગરબાડાના અભલોડ ગાામના 80 વર્ષથી વધુના લુંજીબેન ભાભોરે મતદાન કરવા જવા સહાયતા મેળવવા ચૂંટણી અધિકારીને ફોન કર્યો હતો. ત્યારે લુંજીબેનને તેમના ઘરેથી મતદાન મથક અને મતદાન મથકે મતદાન કરાવીને વ્હીલચેરની મદદથી ઘર સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં. સુરક્ષા દળના જવાનો પણ લુંજીબેનની મદદે દોડી ગયા હતા અને તેમને મતદાન કરવામાં મદદ કરી હતી. લુંજીબેને આ ઉંમરે (Gujarat Assembly Election 2022 )આટલી સુવિધા સાથે મતદાન કરવા મળ્યું એટલા માટે સૌને આર્શીવાદ આપ્યાં હતાં.

પ્રભુતામાં પગલાં પાડવા સાથે ફરજની સભાનતા

પ્રભુતામાં પગલાં પાડતાં નવદંપતિઓનું વોટિંગ મતદાન પવિત્ર ફરજ કહેવાયું છે ત્યારે લગ્નગ્રંંથિથી બંધાઈ ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવા તૈયાર વરઘોડિયા પણ મતદાન કરતાં જોવા મળ્યાં હતાં. વડોદરામાં નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં અને ત્યારબાદ મતદાન કરવા દંપતિ પહોંચ્યુ હતું. છાણી વિસ્તારમાં રહેતા ધ્રુવી ગૌસ્વામીએ કારેલીબાગમાં રહેતા રાજદીપ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આજે સવારે વિદાય બાદ કન્યા સાસરે નહી પરંતુ મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી. બન્નેએ પોતપોતાના વિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતાં અને જીવનની નવી શરૂઆત કરવા જાય એ પહેલા મતદાન કરીને એક સંદેશો આપ્યો હતો. પાટણ તાલુકાના ખીમિયાણા ગામમાં એક પરિવારના બે સંતાનો એા દીકરાની જાન જોડવાની હતી અને બહેનને માયરે બેસાડવાની હતી. તેવામાં લગ્નની ચોરીએ ચડતા પહેલાં બંને ભાઈ બહેને મતદાન મથક ઉપર જઈ મતદાન કરી અન્ય લોકોને મતદાન કરવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.ગામનાં રહેવાસી પટેલ અમીબેન અને પટેલ ચિરાગ બંને ભાઈબહેન એક પરિવારના છે અને આજે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. પરંતુ તેઓએ લગ્ન પછી અને મતદાન પહેલાં એવું વિચારીને પ્રથમ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કર્યોં હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વરરાજાએ લગ્નગ્રંથિમાં જોડાતા પહેલા હિંમત હાઇસ્કૂલ મતદાન મથક ખાતે પોતાના મૂલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ (Gujarat Assembly Election 2022 ) અદા કરી હતી.

ધર્મની સમજણ સાથે નાગરિક ધર્મનું પાલન સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લેતાં જોવા મળ્યાં હતાં. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં(Second Phase Election 2022 ) વડોદરાના અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતેના બીએપીએસના જ્ઞાન વત્સલ સ્વામી સહિત સંતોએ આજે મતદાન કર્યું હતું.

વડોદરામાં રાજવી પરિવાર દ્વારા મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે વડોદરાના રાજવી પરિવારના રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે દાંડિયા બજાર સ્થિત સરકારી ટેકનીકલ હાઇસ્કુલ ખાતે મતદાન(Voting of Royal Family of Vadodara ) કર્યું હતું. સાથે જ લોકોને મતદાન કરવા મતદાન કરવા માટે અપીલ કરી હતી. તમામ ચૂંટણીઓમાં વડોદરાનો રાજવી પરિવાર પોતાની મતદાનની ફરજ નથી ચૂકતો અને અવશ્ય મતદાન (Gujarat Assembly Election 2022 )કરે છે તે યથાવત રીતે આજે પણ જોવા મળ્યું હતું.

એનઆરઆઈ મતદારો અને ક્રિકેટર ઇરફાન પઠાણનું મતદાન

એનઆરઆઈ મતદાન ઓવરસીઝ વોટર્સની વાત નીકળે ત્યારે આણંદ મહેસાણા સહિતના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં પરેદશ વસવા જતાં પરિવારો યાદ આવે. ડીસેમ્બર માસ આમ પણ ગુજરાતના એનઆરઆઈઓ માટે વતન આવવાનો મહિનો ગણાય છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં એનઆરઆઈ વોટિંગ (NRI Voting ) જોવા મળ્યું હતું. તમિલનાડુના ભૂતપૂર્વ ગવર્નર કોદરદાસ કાલિદાસ શાહના પુત્ર પ્રકાશ કે શાહ (NRI) જેઓ હાલ અમેરિકામાં ફોરેન્સિક ઓડિટર છે તેઓએ આજે અમેરિકાથી ગુજરાત આવીને બાયડ ખાતે મતદાન કર્યું હતું. આણંદમાં આશરે 2000 જેટલા એનઆરઆઈ મતદાન માટે ગુજરાત આવ્યાં હોવાનો અંદાજ છે. ત્યારે નવી ગુજરાત સરકાર બનાવવામાં સહયોગ આપવા અને યોગ્ય વ્યક્તિને એક મતની ખોટ ન જાય તે માટે 4 વર્ષે મતદાન કરવા માટે ગામમાં આવ્યાં હતાં. ધર્મજ ગામના પાર્થ પટેલ મતદાન માટે અમેરિકાના ફિલાાડેલ્ફિયાથી આવ્યાં છે તેમણે મતદાન (Gujarat Assembly Election 2022 )કર્યું હતું.

વિશેષ ઘટનાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન (Second Phase Election 2022 ) દરમિયાન કેટલેક ઠેકાણે કંઇ નવું પણ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં બીજા તબક્કાના મતદાનમાં કોંગ્રેસના નેતા અને પ્રવક્તા અમિત નાયક મોંઘવારી બેરોજગારી અને મંદીના વિરોધ સામે ફાટેલા કપડાં પહેરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબો તથા ગેસનો બાટલો સાથે રાખીને નેતા ઘરેથી આવ્યા હતાં. ત્યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન (Gujarat Assembly Election 2022 ) કર્યું હતું.તો વડોદરાની વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ સાયકલ પર ગેસ સિલીન્ડરના પોસ્ટર લગાવીને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતાં. છેલ્લી ઘડી સુધી તેઓએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ જારી રાખ્યો હતો.

આપના સીએમ ફેસ ઇસુદાન સામે મોદી મોદીના નારા લાગ્યાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ઘુમામાં મતદાન કર્યું હતું. તેમણે ઘુમામાં વિદ્યાસાગર હાઈસ્કૂલ ખાતે પત્ની સાથે જઈને મતદાન કર્યું હતું. મહત્વનું છે કે મતદાન કર્યા બાદ ઈસુદાન બુથની બહાર નીકળ્યા ત્યારે કેટલાક લોકોએ જય શ્રી રામ અને મોદી મોદીના નારા લગાવ્યાં હતાં.

ચૂંટણી અધિકારીને હાર્ટએટેક આવ્યો બીજા તબક્કામાં પંચમહાલના કાલોલ તાલુકામાં આવેલ અલાલી મતદાન મથકમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં ફરજ પર હાજર રહેલ રીસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક (Election officer heart attack ) આવ્યો હતો. તેમને સારવાર માટે ખસેડી ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક ધોરણે રિઝર્વ પ્રિસાડીંગ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી.

થર્ડ જેન્ડરના મતદારોમાં મતદાનનો ઉમંગ જોવા મળ્યો

કિન્નરોનો મતદાન માટે ઉત્સાહ ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) ના બીજા તબક્કામાં (Second Phase Election 2022 )કિન્નરોના સમૂહો મતદાન (Third Gender Voting ) કરતાં નજરે ચડ્યાં હતાં. પેટલાદમાં 107 કિન્નરોએ મતદાન કર્યું હતું આણંદ જિલ્લામાં સમાવેશ 113 પેટલાદ વિધાનસભા બેઠક પર ત્રીજી જાતિના 125 કરતાં વધારે નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. અખાડાના મહંત નાયક આરતીમાસીએ કહ્યું કે રાજ્યના તમામ નાગરિકોએ યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવામાં સહયોગ આપવો જોઇએ. તો વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના 200 ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં અંદર થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 226 છે. જેમાં રાવપુરામાં 59 અને સર્વાધિક 94 થર્ડ જેન્ડર મતદારો અકોટા વિધાનસભા મત વિસ્તારમાં છે. જ્યારે જિલ્લાના ડભોઇમાં એક પણ થર્ડ જેન્ડર મતદાર નથી. પાદરામાં બે, વાઘોડિયામાં ત્રણ, સાવલી ચાર, માંજલપુર છ અને વડોદરા શહેર અને કરજણમાં 11-11 થર્ડ જેન્ડર મતદારો છે.

Last Updated : Dec 5, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.