અમદાવાદ રાજ્યમાં દિવાળીની દિવસોમાંથી ઠંડીનો ચમકારો (cold Weather in gujarat) શરૂ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે નવરાત્રી પુરી થયા બાદ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીની સિઝનની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં (winter season in gujarat) દિવાળી પહેલા લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ ચૂક્યો છે. વહેલી સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે. વિવિધ શહેરમાં તાપમાનનો પારો પણ ગગડ્યો છે. રાજ્યમાં અમદવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટ સહિત વિવિધ શહેરોમાં લોકોએ ઠંડીને અનુભવી હતી. (cold amount today)
મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનોને કારણે છેલ્લા ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના (temperature in gujarat today) મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. સોમવારથી પવનની દિશા બદલાઇને ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થયા છે. જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી વધતાં ગરમીમાં સામાન્ય વધારો થયો છે. શુક્રવારથી રવિવાર સુધી અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ચાલુ રહેતાં ઠંડીનો પારો ક્રમા 2થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીમાં વધારો થયો હતો. (cold weather in gujarat)
ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ પરંતુ, સોમવારથી ફરી ઉત્તર-પૂર્વથી ઉત્તરના પવન શરૂ (winter season in gujarat 2022) થયાં છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 19.1 ડિગ્રી નોંધાયું હતું. તો બે દિવસ શહેરમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ ફરીથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થતાં ઠંડીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસામાં મેધરાજા પણ મન મૂકીને વરસ્યો હતા. જેને લઈને તેની અસર પણ શિયાળામાં જોવા મળશે. તો બીજી તરફ લોકો પણ ગુલાબી ઠંડીને લઈને નવા નવા સ્વેટર પહેરીને મોજું માણતા જોવા મળશે. (Cold temperature in Gujarat)