અમદાવાદ: હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. અંદામાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે. તેના કારણે વરસાદ પડશે પણ આ લો પ્રેશરની અસર આખા ગુજરાતને નહિ થાય. પણ દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે.
બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. તેથી દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી ઝાપટાં પછી આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસુ વિદાય તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે અને ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે. હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તેમજ લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. તેના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પણ 15 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવા માંડશે તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે.