- અમદાવાદ એરપોર્ટ પર ઝેરી કોબ્રા સાપ ઘૂસ્યો
- ACના બોક્સ પર બેઠો હોવાનું કર્મચારીને ધ્યાને આવ્યું
- વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું
અમદાવાદ : ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં દિવાલ પર લગાવેલા ACના બોક્સ ઉપર કોબ્રા બેઠો હોવાનું કોઈ કર્મચારીના ધ્યાને આવ્યું હતું. જેથી તેણે તત્કાલિક હાજર અન્ય કર્મચારીઓનું ધ્યાન દોરતા અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોબ્રાને રેસ્ક્યુ કરવા વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો.
લોકોને બહાર કાઢી કોબ્રાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી
જેના પગલે ફાઉન્ડેશનના કર્મચારીઓ ગણતરીની મિનિટોમાં ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર અન્ય લોકોને બહાર કાઢીને કોબ્રાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. કોબ્રાને રેસ્ક્યુ કર્યા પછી વન વિભાગના અધિકારીઓ સાથે મળી તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ આ કોબ્રા ક્યાંથી આવ્યો તે અંગે પણ ત્યાં હાજર કર્મચારીઓ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો હતો.
આ પણ વાંચો : કર્ણાટક: યુવકે કોબ્રાના ઈંડાનું કર્યું રેસ્કયુ, કૃત્રિમ હીટિંગ સિસ્ટમની વ્યવસ્થા કરી
પ્રવાસી ન હોવથી કોઈ જાનહાનિ થઈ ન હતી
એરપોર્ટ પર અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં કોઈ પ્રવાસી ન હોવથી કોઈ જાનહાનિ થઈ ન હતી. સાપનું રેસ્ક્યુ કરતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.
આ પણ વાંચો -
- પાલનપુરના યુવાનની અનોખી સેવા, 9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ
- રાજકોટમાં પાણીમાં ફસાયેલી કારમાંથી લોકોનું કરાયું રેસ્કયુ
- વાપીના એક ઘરમાં અજગરે 5 મરઘાંનો શિકાર કર્યો, રેસ્કયૂ ટીમે ફોરેસ્ટ વિભાગને સોંપ્યો
- વડોદરામાં રહેણાંક મકાનમાંથી ઝેરી વાઇપર સાપનું કરાયું રેસ્ક્યૂ
- વડોદરા નજીક કોટંબી ગામમાં ગુજરાત SPCA સંસ્થા દ્વારા સાપનું કરાયું રેસ્ક્યુ
- વડોદરા મધ્યસ્થ જેલમાં કોબ્રા સાપનુ કરાયુ રેસ્ક્યૂ